Accident/ હચમચાવી દેતી ઘટના, કાર ચાલકે દોઢ વર્ષના બાળકને કચડયો

રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં બની એક ચોંકાવનારી ઘટના જેમાં ચાલુ કારે મોબાઇલ પર વાત કરતા ચાલકે બાળકને ઠોકરે ચડાવી નાસી ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા દોઢ વર્ષ ના માસૂમ બાળકે ટૂંકી સારવારમાં દમ તોડ્યો છે.

Gujarat Rajkot

રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટના સામે આવતી રહ્યા છે ત્યારે આજે વધુ એક ઘટના રાજકોટથી સામે આવી છે જે સાંભળ્યા બાદ તમારું હૃદય હચમચાવી દેશે. જ્યાં ઓડી કારના ચાલકે બાળકને કચડી દેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઘટના બાદ માતાનું ધ્યાન પડતા બાળકને તેડીને કાર ચાલાક પાછળ દોડી હતી, પરંતુ ત્યાં સુધી ઓડી કારનો ચાલાક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં બની એક ચોંકાવનારી ઘટના જેમાં ચાલુ કારે મોબાઇલ પર વાત કરતા ચાલકે બાળકને ઠોકરે ચડાવી નાસી ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા દોઢ વર્ષ ના માસૂમ બાળકે ટૂંકી સારવારમાં દમ તોડ્યો છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા કારચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટ પાસે આવેલ ખોખડદળ નદીના પુલ પાસે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની રેકડી ઊભી રાખી વેપાર કરતા જગદીશ સુરેલા નામના વ્યક્તિ અને તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર વંશ સાથે ભક્તિનગર સર્કલે શાકભાજીના રેક્ડીએ હતા. દંપતિ ધંધામાં વ્યસ્ત હતા જ્યારે દોઢ વર્ષનો પુત્ર વંશ રેકડી નજીક રમતો હતો. તે સમયે કાર ડ્રાઇવ કરતાની સાથે મોબાઇલ પર વાત કરતા ચાલકે બેફિકરાઇથી કાર ચલાવી વંશને ઠોકરે ચડાવ્યો હતો.

બાળકને ઠોકરે ચડાવ્યા બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. પુત્ર વંશ કારની ઠોકરે ચડ્યાની ખબર પડતા જગદીશ અને તેની પત્ની દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા પુત્ર વંશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં વંશે ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશન થી સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે નાસી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.

જોકે, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેના દ્રશ્યો હચમચાવી દે તેવા છે. બાળકને કચડ્યા બાદ લોકોએ બૂમાબૂમ કરી હતી. મહિલાએ દોડીને પોતાના બાળકને તરત ઉપાડી લીધો હતો. પરંતુ ઔડી કારનો ચાલક જરા પણ ઉભો રહ્યો ન હતો, અને ત્યાં રમરમાટ કાર દોડીને ભાગી ગયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે દમ તોડ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…