Ahmedabad News : સ્ટેટ મોનીટરિંગ સેલ ( SMC )ના અધિકારીઓને માહિતી મળી હતી કે નરોડા GIDC સીમ્ફોની એસ્ટેટ શેડ નંબર-8 ખાતે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે અગીં દરોડો પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા અહીંથી રૂ. 14,65,801 ની કિંમતની 2,326 દારૂની બોટલો, રોકડ રકમ, મોબાઈલ અને બે વાહનો મળી કુલ રૂ. 19,68,961 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે મુળ રાજસ્થાનના અને અમદાવાદમાં નોબલનગર ખાતે રહેતા રાજુસિંહ એચ.રાવતની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર, દારૂ મંગાવનાર સહિત ચાર ફરાર શખ્સોની પોલીસે શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:લેટરકાંડઃ પાયલ ગોટી SIT ટીમ લઈ જતી હતી, ત્યારે પરેશ ધાનાણીએ SITની ટીમને રોકી
આ પણ વાંચો:લેટરકાંડ: કોર્ટમાં હેરાનગતિ નથી થઈ હોવાની કબૂલાત અને મીડિયા સમક્ષ પોલીસ પર આક્ષેપ !
આ પણ વાંચો:કૌશીક વેકરિયાને બદનામ કરતો લેટર: ભાજપના નેતાઓને કુરિયર કર્યાના CCTV ફૂટેજથી થયો ખુલાસો
