વિવાદ/ સુરતમાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના પુત્રએ લગ્ન પ્રસંગમાં કરી બબાલ

પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ કારનું હોર્ન વગાડતા બબાલ થઈ હતી.લગ્ન પ્રસંગમાં આવેલ યુવાનોએ પૂર્વ મેયરના દીકરાને માર મારતા બબાલ વધુ વકરી હતી.

Gujarat Surat
નીરવ શાહના
  • સુરતમાં પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રએ કરી બબાલ
  • કારનો હોર્ન વગાડતા લોકોએ નીરવને માર્યો માર
  • લગ્ન પ્રસંગ દરમિયાન સર્વિસ રોડ પર હતો ટ્રાફિક જામ
  • લગ્નમાં આવેલા લોકોએ નીરવ શાહને માર્યો માર
  • પૂર્વ ડેપ્યુટી મેયરે ઘટનાસ્થળે પહોંચી પોલીસ બોલાવી
  • પોલીસ આવતા પૂર્વ મેયરના પુત્રને મચાવ્યો હોબાળો

સુરતમાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના પુત્રએ બબાલ કરી હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગના કારણે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થયો હતો, ત્યારે પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ કારનું હોર્ન વગાડતા બબાલ થઈ હતી.લગ્ન પ્રસંગમાં આવેલ યુવાનોએ પૂર્વ મેયરના દીકરાને માર મારતા બબાલ વધુ વકરી હતી. ઘટના બાદ પૂર્વ મેયરે ઘટના સ્થળે પહોંચી પોલીસ બોલાવી હતી. જો કે પોલીસ આવતા જ પૂર્વ મેયરના દીકરાએ બબાલ કટી હતી.

આ પણ વાંચો :બનાસકાંઠામાં ST બસોમાં ગાંજાની હેરાફેરી, 5 કિલો ગાંજા સાથે એક અટકાયત

આ મામલે મળતી વધુ માહિતી અનુસાર, સુરતમાં લગ્નપ્રસંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેના કારણે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થયો હતો. તે જ વખતે સર્વિસ રોડ પરથી પૂર્વ મેયર નીરવ શાહના પુત્ર પસાર થઈ રહ્યા હતા. ટ્રાફિકના કારણે પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ તેમની કારનું હોર્ન વગાડ્યું હતું, જેના કારણે જાનૈયા અને તેમની વચ્ચે બબાલ થઈ હતી.

લગ્નોમાં હાજરી આપવા આવેલા યુવાનો અને પૂર્વ મેયરના દીકરા વચ્ચે ઝઘડો થયો હતો, ઘટના બાદ પૂર્વ મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાબતતોડ પોલીસ બોલાવી હતી. જો કે, પોલીસ આવતા જ પૂર્વ મેયરના દીકરાને જાણે શૂરાતન ચઢ્યું હોય તેમ ફરી હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો :ગાંધીનગર કોર્પોરેશનની વેબસાઈટ કરાઇ હેક, તુર્કી હેકર્સે લખ્યું – મિત્ર….

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા

આ પણ વાંચો :એસજી હાઇવે પરના ગણેશ મેરિડીયનમાં લાગી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો