દરોડા/ થાનમાં કાર્બોસેલ સહિતના ખનીજનું વહન કરતા ચાર વાહનો સહિત રૂ. 42 લાખનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધરીને અનઅધિકૃત રીતે કાર્બોસેલ સહિતના ખનિજનું વહન કરતા ચાર વાહનો સહિત રૂા..42,84,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

Gujarat
4 1 થાનમાં કાર્બોસેલ સહિતના ખનીજનું વહન કરતા ચાર વાહનો સહિત રૂ. 42 લાખનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધરીને અનઅધિકૃત રીતે કાર્બોસેલ સહિતના ખનિજનું વહન કરતા ચાર વાહનો સહિત રૂા..42,84,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેને કારણે ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, થાન મામલતદાર અને પી.આઈ. ગોરી દ્વારા સ્ટાફ સાથે ખનિજ ચોરી અટકાવવાના ભાગરૂપે અલગ અલગ પોઈન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ચેકીંગ દરમ્યાન અનઅધિકૃત રીતે ખનિજની હેરફેર કરતા બે ટ્રક, ડમ્પર અને ટ્રેકટર સહિતના સાધનો મળીને કુલ ચાર વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.

આ અંગે વધુ જાણવા મળતી વિગત મુજબ ભરત મીણાભાઈ રાજસ્થાનવાળાના હવાલાવાળા ટ્રકમાંથી 35 મે.ટન કાર્બોસેલ સાથે રૂપિયા 26,05,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય મહાદેવભાઈ પ્રભુભાઈ મકવાણા રાયસંગપરવાળાના ટ્રકમાંથી 18.5 ટન સાદી રેતી સાથે રૂ. 6,59,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

જ્યારે મોરથળા ગામના કાળુભાઈના હવાલાવાળા ડમ્પરમાંથી 20 મે.ટન બ્લેકટ્રેપ સાથે રૂ.7,80,000નો મુદ્દામાલ તથા ખાખરાવાળીના શૈલેષ ધીરૂભાઈના ટ્રેકટરમાંથી બે ટન પથ્થરના બેલા સાથે રૂ.2,40,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.