Lockdown/ થાણેમાં જવેલર્સોનો શાકભાજીવાળા બનીને કર્યો અનોખો વિરોધ

ઝવેરાતના 700 વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો

India
thane થાણેમાં જવેલર્સોનો શાકભાજીવાળા બનીને કર્યો અનોખો વિરોધ

દેશમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ભયંકર છે. કોરના સંક્રમણના કેસો વધી રહ્યા છે. એમાં પણ મહારાષ્ટ્રમાં તો કોરનાનો વિસ્ફોટ જોવા મળે છે તેથી મહારાષ્ટ્ર સરકારે કોરોનાને કંટ્રોલ કરવા માટે કોવિડ-19ના નિયમો સખત કરી દીધાં છે. અને વીકેન્ડ લોકડાઉન પણ લગાવી દીધું છે.શાકભાજીવાળા વેપારીઓને છૂટ આપી છે.

થાણેના જવેલર્સોએ સરકારના લોકડાઉનનો વિરોધ અનોખા અંદાજમાં કર્યો હતો. જેવલર્સોએ  પોતાની દુકાન બહાર  શઆકભાજી અને ફ્રુટ વેચ્યાં હતાં

મહારાષ્ટ્ર સરકારે કોરાનાના લીધે મિની લોકડાઉન લગાવી દેંતા ઝવેરાતના ધંધામાં સંપડાયેલા વેપારીઓ ભારે પરેશાન થઇ ગયાં છે. લોકડાઉન થવાથી એક મહિનાસુધી આવશ્યક ચીજવસ્તુઓ સિવાય કોઇ દુકાનો ખુલ્લી ના રાખવાનો આદેશ કર્યો છે.

ઝવેરાતના વેપારીઓની કફોડી હાલત થઇ છે. તેથી તેમણે સરકાર સામે એનોખો વિરોધ નોંધાવ્યો હતો

જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળે છે. માંડ માંડ ધંધા સેટ કરી રહ્યાં હતાં ત્યાં તો ફરીવાર લોકડાઉન થતાં ઝવેરાતના વેપારીઓની કફોડી હાલત થઇ છે. તેથી તેમણે સરકાર સામે એનોખો વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ પોતાની દુકાન બહાર શાકભાજી અને ફ્રુટ વેચીને વિરોધ દર્શાવ્યો. ઝવેરાતના 700 વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.