Not Set/ સંકટમાં રાજધાની દિલ્હી, વધુ 2 ઓમિક્રોનનાં કેસ નોંધાયા

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ હવે ભારતની પણ ચિંતા વધારી દીધી છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં ઓમિક્રોનનાં 2 નવા સંક્રમિત કેસ સામે આવ્યા બાદ હંગામો મચી ગયો છે.

Top Stories India
દિલ્હી ઓમિક્રોન કેસ

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ હવે ભારતની પણ ચિંતા વધારી દીધી છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં ઓમિક્રોનનાં 2 નવા સંક્રમિત કેસ સામે આવ્યા બાદ હંગામો મચી ગયો છે. ઓમિક્રોનની સાથે સાથે કોરોનાનાં કેસ પણ વધી રહ્યા છે, હવે દિલ્હીમાં ઓમિક્રોનનાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે, જોકે દિલ્હીમાં 12 ઓમિક્રોનનાં દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે 12 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો – ભાવ વધારો / રાજ્યમાં સામાન્ય નાગરિકોને પડશે વધુ એકવાર મોંઘવારીનો માર, CNG નાં ભાવમાં થયો વધારો

આપને જણાવી દઇએ કે, Omicron વેરિઅન્ટ ભારતમાં ઝડપથી વેગ પકડી રહ્યો છે. સોમવારે દિલ્હીમાં વધુ બે ઓમિક્રોન કેસ નોંધાયા હતા. આ સંખ્યા સાથે, દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 160 થઈ ગઈ છે. આ પછી, 24 ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા સાથે દિલ્હી દેશમાં બીજા સ્થાને છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા છે. સોમવારે, દિલ્હી આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમણનાં બે નવા કેસ નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 24 થઈ ગઈ છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, 12 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં 12 ઓમિક્રોન સંક્રમિત સારવાર હેઠળ છે. ભારતમાં ઓમિક્રોન સંક્રમણનું જોખમ સતત વધી રહ્યું છે. દિલ્હીમાં બે નવા કેસ ઉપરાંત કર્ણાટકમાં ઓમિક્રોનનાં પાંચ નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા બળ સાથે, કર્ણાટકમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 19 થઈ ગઈ છે.

આ પણ વાંચો – તક્ષશિલા અગ્નિકાંડ /  સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓને શરતી જામીન,મૃૃતકોના પરિવારને 4 મહિનામાં વળતર ચૂકવવું પડશે

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 18 દિવસમાં ઓમિક્રોને દેશનાં 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં દસ્તક આપી છે. કર્ણાટક દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં ઓમિક્રોન સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. પ્રથમ કેસ કર્ણાટકમાં 2 ડિસેમ્બરે નોંધાયો હતો. આરોગ્ય વિભાગનાં ડેટા અનુસાર, ઓમિક્રોનનાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા છે. તે પછી દિલ્હી (24), રાજસ્થાન (17), કર્ણાટક (19), તેલંગાણા (20), ગુજરાત (11) અને કેરળ (11) છે. વળી, આંધ્ર પ્રદેશ, ચંદીગઢ અને તમિલનાડુમાં એક-એક ઓમિક્રોનનાં કેસ નોંધાયા છે.