Cricket/ અંતિમ વન-ડેમાં ભારતની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવી પરતું શ્રેણી 2-1થી હારી

આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ છેલ્લી 26 વનડે મેચમાંથી કાંગારૂ ટીમની જીતનો સિલસિલો પણ તોડી નાખ્યો હતો. ભારતીય ટીમે પહેલાથી જ વનડે શ્રેણી ગુમાવી હતી

Sports
team 1 અંતિમ વન-ડેમાં ભારતની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવી પરતું શ્રેણી 2-1થી હારી

ભારતીય મહિલાઓએ વન -ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને બે વિકેટે હરાવીને ભવ્ય વિજ્ય પ્રાપ્ત કર્યાે હતો.  આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ છેલ્લી 26 વનડે મેચમાંથી કાંગારૂ ટીમની જીતનો સિલસિલો પણ તોડી નાખ્યો હતો. ભારતીય ટીમે પહેલાથી જ વનડે શ્રેણી ગુમાવી દીધી છે, ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 264 રન બનાવ્યા અને ભારતની ટીમે 8 વિકેટના નુકશાન લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો.

ભારત માટે આ મેચમાં ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 59 રન બનાવ્યા હતા. 22 રન બનાવ્યા બાદ મંધાના આઉટ થઇ હતી. શેફાલીના 56 ઉપરાંત, યાસ્તિકાએ 64, સ્નેહ રાણાએ 30 અને દીપ્તિ શર્માએ 31 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીની પ્રથમ મેચ 9 થી જીતી હતી, જ્યારે બીજી મેચ 5 વિકેટે જીતી હતી. હવે બંને ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ અને પછી 3 ટી 20 મેચની શ્રેણી ક્વીન્સલેન્ડમાં રમાવાની છે. ટેસ્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ટી 20 શ્રેણી 7 ઓક્ટોબરથી શરૂ થશે