Not Set/ ગ્લોબલ મોબિલિટી સમિટમાં નરેન્દ્ર મોદીએ ભારતની આ ખાસ બાબતો વિશે કરી ચર્ચા

  “મુવ: ગ્લોબલ મોબિલિટી સમિટ” ની પહેલી આવૃત્તિનમાં આજ શુક્રવારનાં રોજ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. ગ્લોબલ મોબિલીટી સમિટ એવા પ્રકારની પહેલ છે, જેમાં સરકાર, ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ, શિક્ષણવિદો, વિચારકો અને નાગરિક સમાજના નેતાઓ સહિત 2 થી વધુ સહભાગીઓની અપેક્ષા જોડાયેલી છે. સમિટના ઘટકોમાં કોર કોન્ક્લેવ, ડિજિટલ પ્રદર્શન, ગતિશીલતા સપ્તાહ, ફીચર્ડ ઇવેન્ટ્સ અને […]

Top Stories India

 

“મુવ: ગ્લોબલ મોબિલિટી સમિટ” ની પહેલી આવૃત્તિનમાં આજ શુક્રવારનાં રોજ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.

ગ્લોબલ મોબિલીટી સમિટ એવા પ્રકારની પહેલ છે, જેમાં સરકાર, ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ, શિક્ષણવિદો, વિચારકો અને નાગરિક સમાજના નેતાઓ સહિત 2 થી વધુ સહભાગીઓની અપેક્ષા જોડાયેલી છે. સમિટના ઘટકોમાં કોર કોન્ક્લેવ, ડિજિટલ પ્રદર્શન, ગતિશીલતા સપ્તાહ, ફીચર્ડ ઇવેન્ટ્સ અને વિવિધ હિસ્સેદાર પરામર્શ સામેલ છે.

કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોબિલિટી અર્થતંત્રનું મહત્વનું પાસું જણાવતા કહ્યું હતું કે, સરકાર દ્વારા વહેલી તકે એક નીતિ જાહેર કરવામાં આવશે. જેમાં ઇલેક્ટ્રિક વાહનો અને પેટ્રોલથી પર્યાય ઇંધણની નીતિનો સમાવેશ હશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણે વહેલી તકે ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય વાહનો પર એક સ્થાયી નીતિને બહાર પાડીશું. આ સિદ્ધિ સુધી પહોંચવા માટે આપણે ગમે તે કરવા તૈયાર હશું જે આ નીતિને સફળ કરવામાં આપણી આગામી પેઢી અને વિશ્વને મદદ કરી શકે. આપણે અર્થતંત્રની દ્રષ્ટિએ માથા દીઠ વાહનો ઓછા છે. અમે અન્ય અર્થતંત્રોનો વારસો નથી લેતા કે જે ખાનગી કાર માલિકી પર બાંધવામાં આવી છે. ”

યુવા ઇન્ટરપ્રોન્યોરશિપને પ્રગતિ તરફ વાળવા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મોબિલિટી એ અર્થતંત્રનું આગવું પાસું છે. સારી મોબિલિટી વાહન વ્યવહારમાં આવતી સમસ્યાઓ અને ભારને ઘટાડે છે અને અર્થતંત્રને વૃદ્ધિ થવામાં મદદ કરે છે. મોબિલિટીથી આગળની પેઢીને વ્યવસાય પણ પુરવાર પડશે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે ખરેખર ભારત હવે પ્રગતિના પંથે છે. ભારતનાં અર્થતંત્રમાં વૃદ્ધિ થઇ રહી છે. આપણા શહેરો અને કસ્બાઓમાં વિકાસ થઇ રહ્યો છે. અમે 100 સ્માર્ટ સીટી બનાવવા તરફ જય રહ્યા છીએ. આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આગળ વધી રહ્યું છે. અમે વીજળી વેગે રસ્તાઓ, હવાઈ મથકો, રેલ પટ્ટીઓ અને બંદરો બનાવી રહ્યા છીએ.