દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે.કોરોનાના લીધે દેશમા આર્થિક સંકટ ઉભુ થઇ ગયું છે.કોરોનાના લીધે ઘણાબધા લોકો બેરોજગાર થઇ ગયાં છે .ધંધા ઉધોગો પડી ભાંગ્યા છે રિઝર્વ બેન્ક દ્રારા પણ અર્થતત્રં તૂટી ગયાની વાત કરવામાં આવી છે ત્યારે દેશમાં ગરીબીનું પ્રમાણ ભયંકર રીતે આ સમયગાળા દરમિયાન વધી ગયું છે.
અજીમ પ્રેમજી યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્રારા કરવામાં આવેલા સર્વે બાદ જાહેર કરાયેલા એક વિસ્તૃત અહેવાલ માં એમ જણાવવામાં આવ્યું છે કે સવા વર્ષમાં મહામારી ના મુશ્કેલ દોરમાં દેશની ૨૩ કરોડની જનતા ગરીબીમાં ધકેલાઇ ગઇ છે અને આગામી દિવસોમાં હજુ પણ વધુ પડકારજનક બની શકે છે.
દેશના મોટાભાગના શહેરો અને ગામડાઓમાં અર્થતંત્રના નિષ્ણાંતો અને સંશોધકો દ્રારા લાંબા સમય સુધી સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે જે કેન્દ્ર તેમજ તમામ રાય સરકારો માટે પણ ભારે ચિંતાનો વિષય છે.
અહેવાલમાં વધુમાં એવી માહિતી આપવામાં આવી છે કે શહેરી વિસ્તારોમાં એક જ વર્ષના સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં ૨૦ ટકા જેટલી ગરીબી વધી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫% ગરીબી વધી છે અને લોકોની સેવિગ્સ પણ ખત્મ થઇ ગઇ છે અને આર્થિક સંકટ ને લીધે સેંકડો લોકોએ આત્મહત્યા પણ કરી લીધી છે. દેશમાં જનતાની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અને એકંદરે બધા જ વર્ગેાની આવકમાં ૭થી ૧૦ ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે અને ઘણાબધા દેશવાસીઓને ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
