LRD મેરિટ લિસ્ટ મામલે ગાંધીનગર શહેરની સત્યાગ્રહણ છાવણી ખાતે આંદોલન કરી રહેલી મહિલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. છેલ્લા 30 દિવસથી આ મહિલા ઉમેદવાર આંદોલન કરી રહી હતી. મહિલા ઉમેદવારો વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે અટકાવી, ધક્કા મારી વાનમાં બેસાડી હતી.
આજે આ મહિલા ઉમેદવારોએ ‘ગુજરાત સરકાર હાય હાય’ ના નારા સાથે વિધાનસભા ભવન તરફી કુચ કરતા તેમને અટકાવવામાં આવી હતી. અને તેમની બળજબરી પૂર્વક અટકાયત કરવામાં આવી હતી.
આ મહિલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે, મહિલા પોલીસની હાજરી હોવા છતાંય પુરુષ પોલીસ દ્વારા મહિલા ઉમેદવાર સાથે બળ જબરી કરવામાં આવી હતી. મહિલા સાથે અસભ્યતા ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. પોતાના હક્ક માટે લડી રહેલી મહિલાઓ સાથે સભ્ય સમાજમાં અસભ્ય કહી શકાય તેવું વર્તન કરવામાં આવ્યું હતું.
મહિલાઓને વાળ પકડીને, કપડાનું પણ ભાન રાખ્યા વિના અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. સરકાર માત્ર બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરી તાયફા કરી રહી છે. પરંતુ 30 દિવસથી આંદોલન કરી રહેલી મહિલાઓ પ્રત્યે દુર્લક્ષ્ય સેવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જગ્યાઓ હતી. જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લેવામાં આવી હતી. અને પરિણામ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું.
જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરવામાં આવી હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી 100થી વધુ મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર બેઠી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
