Not Set/ ગાંધીનગર/ કોરોનાના દર્દીઓની સંખ્યાએ સદી વટાવી, નવા 14 કેસ સાથે જીલ્લામાં કુલ સંખ્યાની આંક પહોચ્યો….

ગાંધીનગર જિલ્લામાં વધુ 14 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ આંક શતકને પર કરી ચુક્યો છે.  રાજ્યનો સલામત જિલ્લો અમદાવાદના કનેકશનથી અસલામત બન્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના કહેરથી કુલ 96 કેસ, 6 લોકોનાં મોત થયા છે. ગાંધીનગર તાલુકામાં 31, માણસામાં 5, કલોલમાં 10 અને દહેગામમાં 11 કેસ નોંધાયા હતા. ગાંધીનગર જિલ્લાના અમદાવાદની સરહદ ઉપર આવેલા […]

Uncategorized

ગાંધીનગર જિલ્લામાં વધુ 14 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ આંક શતકને પર કરી ચુક્યો છે.  રાજ્યનો સલામત જિલ્લો અમદાવાદના કનેકશનથી અસલામત બન્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના કહેરથી કુલ 96 કેસ, 6 લોકોનાં મોત થયા છે. ગાંધીનગર તાલુકામાં 31, માણસામાં 5, કલોલમાં 10 અને દહેગામમાં 11 કેસ નોંધાયા હતા.

ગાંધીનગર જિલ્લાના અમદાવાદની સરહદ ઉપર આવેલા અડાલજ, વાવોલ, ઝુંડાલ, કુડાસણ, ભાટ, કોટેશ્વર અને નાના ચિલોડા ગામોને સદંતર લોક ડાઉન કરવામાં આવ્યા છે. લોક ડાઉન દરમ્યાન દૂધ અને દવા અને મેડિકલ સેવા ચાલું રહેશે. આ સિવાય કોઈપણ કામ અર્થે ગ્રામજનોને બહાર ન નીકળવા માટેની અપીલ જિલ્લા વિકાસ અધિકારીએ કરી છે. લોક ડાઉનનો ભંગનો કરનાર વ્યક્તિ સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,  તેવું પણ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે. લોકડાઉન નો કડક અમલ આજે સાંજના 6.00 કલાકથી તા.17/05/2020 સુધી અમલમાં રહેશે.

ગાંધીનગરમાં આજરોજ  નવા 14 કેસ નોંધાતા જે અગાઉ 97 cases હતા તે વધીને 111 કેસો સાથે ગુજરાતમાં ચોથા ક્રમે ગાંધીનગર જિલ્લો કોરોના થી પ્રભાવિત થયો છે. આજે નવા 14 પોઝિટિવ કેસની વિગત બધાજ કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા છે.

કલોલમાં 6  હિંમત પાર્ક સોસાયટીમાં

વાવોલ માં 2 કેસ

ઝુન્ડાલ માં 3 કેસ

બદપુરા માં 1 કેસ

રાંધેજા માં 1 કેસ

છાલા માં 1 કેસ

વીરેન મહેતા, મંતવ્ય ન્યુઝ, ગાંધીનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, , Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.