Not Set/ તો, ફિલ્મ બાગી-3 માં એક્ટ્રેસ સારા અલી ખાન નજરે પડશે..

મુંબઇ, અભિનેત્રી સારા અલી ખાન હાલના દિવસોમાં કેદારનાથ અને સિમ્બા ફિલ્મને લઇને ભારે વ્યસ્ત છે. એક બાજુ કેદારનાથમાં તેની એક્ટિંગ કુશળતાની પ્રશંસા કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ સિમ્બા ફિલ્મની ચાહકો રાહ જોઇ  રહ્યા છે. આ ફિલ્મે પણ રજૂઆત પહેલા જ ચર્ચા જગાવી છે. સિમ્બાને લઇને સારાના ચાહકો આશાવાદી છે. આ દરમિયાન એવા અહેવાલ […]

Uncategorized

મુંબઇ,

અભિનેત્રી સારા અલી ખાન હાલના દિવસોમાં કેદારનાથ અને સિમ્બા ફિલ્મને લઇને ભારે વ્યસ્ત છે. એક બાજુ કેદારનાથમાં તેની એક્ટિંગ કુશળતાની પ્રશંસા કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ સિમ્બા ફિલ્મની ચાહકો રાહ જોઇ  રહ્યા છે. આ ફિલ્મે પણ રજૂઆત પહેલા જ ચર્ચા જગાવી છે. સિમ્બાને લઇને સારાના ચાહકો આશાવાદી છે.

આ દરમિયાન એવા અહેવાલ આવ્યા છે કે સારા હવે બાગી-૩ ફિલ્મમાં નજરે પડી શકે છે. સાજિદ નડિયાદવાળા ફિલ્મને લઇને આગળ વધી રહ્યા છે. બાગી સીરીઝની પહેલી બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. બાગી-૨ ફિલ્મને ઉલ્લેખનીય સફળતા મળ્યા બાદ હવે બાગી-૩ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુત્રો કહે છે કે  સારા અલી ખાનની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને હવે તેને બાગી-3માં લેવામાં આવે તેવી શક્યતા છે. જો કે એવું પણ જાણવા મળ્યું છે કે સારા તરફથી આ મુવી માટે હજુ તૈયારી દર્શાવવામાં આવી નથી. સારા આ પ્રોજેક્ટના હિસ્સા તરીકે રહેશે કે કેમ તે અંગે હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી

સૈફ અલી આકન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી બોક્સ ઓફિસ પર હાલમાં ભારે ચર્ચા જગાવી રહી છે. સારાની લોકપ્રિયતા હાલમાં વધી રહી છે. તેની ફેન ફોલોઇંગ વધી રહી છે. 28મી ડિસેમ્બરના દિવસે તેની સિમ્બા ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. જેમાં રણવીર સિંહ તેની સાથે રોલ કરી રહ્યો છે. પોતાની પ્રથમ ફિલ્મ કેદારનાથના કારણે ચર્ચામાં આવેલી સારા પોતાની સિમ્બા ફિલ્મને લઇને હાલમાં વ્યસ્ત છે.