Stock Markets/ શેરબજારમાં આજે બેન્કીંગ શેરોના કારણે તેજીનો માહોલ પાછો જોવા મળ્યો

શેરબજારમાં આજે બજારના આરંભે સારી શરૂઆત જોવા મળી. આજના ટ્રેડિંગમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 380.80 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 378.85 લાખ કરોડ પર બંધ થયું હતું.

Top Stories Business
sharemarketupdate 21678217739481 2 શેરબજારમાં આજે બેન્કીંગ શેરોના કારણે તેજીનો માહોલ પાછો જોવા મળ્યો

શેરબજારમાં આજે બજારના આરંભે સારી શરૂઆત જોવા મળી. આજનો દિવસ કારોબાર માટે સારો રહ્યો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મોટો ઘટાડો જોયા પછી, મંગળવારના ટ્રેડિંગ સત્રે ભારતીય શેરબજાર માટે રાહત જોવા મળી.આજે બેન્કિંગ અને આઈટી શેર્સમાં ખરીદીને કારણે બજારમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 483 પોઈન્ટના ઉછાળા સાથે 71,555 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 127 પોઈન્ટના ઉછાળા સાથે 21,743 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. આજના ટ્રેડિંગમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 380.80 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 378.85 લાખ કરોડ પર બંધ થયું હતું. એટલે કે, આજના સત્રમાં BSE પર લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. 2 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

આજના કારોબારમાં બેંકિંગ શેરોમાં ખરીદારી જોવા મળી હતી, જેના કારણે બેંક નિફ્ટી 620 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, પ્રાઈવેટ બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે કોમોડિટી, મીડિયા, મેટલ્સના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના સત્રમાં મિડ-કેપ અને સ્મોલ શેરોમાં ખરીદી જોવા મળી હતી અને બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શૅરમાંથી 25 શૅર લાભ સાથે અને 5 શૅર ઘટાડા સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 39 શૅર્સ લાભ સાથે અને 11 ઘટાડા સાથે બંધ થયા હતા.

આજના સત્રમાં ICICI બેન્ક 2.46 ટકા, એક્સિસ બેન્ક 2.30 ટકા, વિપ્રો 2.14 ટકા, NTPC 1.85 ટકા, કોટક મહિન્દ્રા 1.58 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ 1.03 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.85 ટકા, ટાઇટન 0.60 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.