Not Set/ અમદાવાદ :  બિલ્ડરના અપહરણ અને ખંડણી માંગવાની ઘટનામાં, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પડ્યા

અમદાવાદના આનંદનગર જેવા પોસ વિસ્તારમાં  બિલ્ડરના અપહરણની અને ત્યારબાદ ખંડણી માંગવાની ઘટના બની હતી,પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસને ઉકેલીને આરોપીને ઝડપી પડ્યા છે.  અને ખંડણીના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મળતી વિગત અનુસાર આનંદનગર વિસ્તારમાંથી પ્રતિક પટેલ નામના બિલ્ડરનુ અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ પ્રતિક પટેલને છોડાવવા માટે તેના પરિવાર પાસે 50 લાખની  […]

Ahmedabad Top Stories Gujarat
નર્મદા 1 અમદાવાદ :  બિલ્ડરના અપહરણ અને ખંડણી માંગવાની ઘટનામાં, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પડ્યા

અમદાવાદના આનંદનગર જેવા પોસ વિસ્તારમાં  બિલ્ડરના અપહરણની અને ત્યારબાદ ખંડણી માંગવાની ઘટના બની હતી,પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસને ઉકેલીને આરોપીને ઝડપી પડ્યા છે.  અને ખંડણીના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

મળતી વિગત અનુસાર આનંદનગર વિસ્તારમાંથી પ્રતિક પટેલ નામના બિલ્ડરનુ અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ પ્રતિક પટેલને છોડાવવા માટે તેના પરિવાર પાસે 50 લાખની  ખંડણી માંગી હતી. આ મામલે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને આનંદનગર પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં  બિલ્ડરનો મોબાઈલ ફોન ચાલુ હોઈ, પોલીસે તેનું  લોકેશન શોધી કાઢ્યું હતુ. સાથે જ પોલીસે 50 લાખની ખંડણી માંગવા આવેલા 3 આરોપીને પકડી લીધા હતા. આમ, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચીને બિલ્ડર પ્રતિક પટેલને છોડાવ્યો છે.

મળતી વિગત અનુસાર અપહરણકર્તાઓ બિલ્ડર પ્રતીક પટેલની સોસાયટીમાં  રહે છે. ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવવાની લાલચે પ્ર્તિકની જ સોસાયટીમાં રહેતા કૃણાલ દેસાઈનામના સખ્શે પોતાના મિત્રો સાથે મળીને આ આખું કાવતરેનને અંજામ આપ્યો હતો. પોતાની જ સોસાયટીમ રહેતા હોવાને કારણે પ્ર્તિકની દરેક હિલચાલ થી સારી રીતે વાકેફ હતો. તેણે તેના બે મિત્રો સાગર ઈશ્વરભાઈ રબારી અને કૌમિલ પ્રજ્ઞેશભાઈ પટેલ સાથે મળી ને આખી ઘટના ને અંજામ આપ્યો હતો. તેમાથી બે યુવક કોલેજ માં અભ્યાસ કરે છે અને અન્ય એક ડ્રાઈવિંગના વ્યવસાય સાથે સંકળાયેલ છે.  નાણાંકીય ખેંચના કારણે અપહરણ કર્યાનું પોલીસે પ્રાથમિક સ્તરે અનુમાન લગાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.