ઉત્તર પ્રદેશનાં ઉન્નાવ જિલ્લાની ઘટનાએ ફરી એકવાર યુપી સરકારને કઠેડામાં ઉભા કરી દીધા છે. જિલ્લાનાં અસોહા પોલીસ સ્ટેશન વિસ્તારનાં એક ગામમાં બુધવારે રાત્રે ત્રણ સગીર દલિત યુવતીઓ ખેતરમાં દુપટ્ટા સાથે બાંધેલી મળી હતી. આમાંથી બે છોકરીઓની હત્યા કરવામાં આવી હતી, જ્યારે ત્રીજી છોકરી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડત લડી રહી છે.
ઘટના બાદ આ વિસ્તારને છાવણીમાં ફેરવાયો છે. ગામમાં ઉન્નાવ જિલ્લાનાં 9 પોલીસ સ્ટેશનનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ શરમજનક ઘટનાને કારણે વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓએ યુપીની યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે પીડિત પરિવારને નજરકેદ કરવામાં આવ્યો છે. વળી રાહુલ ગાંધીએ યુપી સરકાર પર મહિલાઓનાં સમ્માન અને માનવાધિકારોને કચડી નાખવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તે પીડિતોને ન્યાય આપીને જ રહેશે.
ઉન્નાવનાં અસોહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં ત્રણ કિશોરીઓ પશુઓ માટે લીલો ઘાસચારો લેવા ખેતરમાં ગયા હતા. મોડી સાંજ સુધી તે પરત ન ફરતા પરિવાર તેને શોધવા નીકળ્યો હતો. આ સમય દરમિયાન, તેઓએ ત્રણેય છોકરીઓને ખેતરમાં કપડાથી બાંધેલી મરણ હાલતમાં મળી હતી. પરિવાર તેને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અસોહા લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ બંને કિશોરોને મૃત જાહેર કરી. વળી ત્રીજી કિશોરીને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાઇ હતી, જ્યાં તેની હાલત નાજુક હોઇ ડોકટરોએ તેને કાનપુરની હોસ્પિટલમાં રિફર કરી છે. ત્રીજી છોકરી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડત લડી રહી છે. તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ #Save_Unnao_Ki_Beti દ્વારા ટ્વિટ કર્યું છે, ‘યુપી સરકાર દલિત સમાજ જ નહીં પરંતુ મહિલા સમ્માન અને માનવાધિકારોને પણ કચડી રહી છે. પરંતુ તેઓને યાદ છે કે હું અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી પીડિતોનાં અવાજ બનીને ઉભી છે અને તેમને ન્યાય અપવીને જ રહીશું. આપને જણાવી દઇએ કે, પીડિતાનાં પરિવારે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. પોસ્ટ મોર્ટમ માટે 3 ડોકટરોની પેનલ બનાવવામાં આવી છે. ફક્ત ડોકટરોની આ પેનલ પોસ્ટ મોર્ટમ બાદ રિપોર્ટ મોકલશે. વીડિયોગ્રાફીમાં 3 ડોક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ કરશે. પોસ્ટમોર્ટમ હાઉસની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વળી, ગામને પણ છાવણીમાં ફેરવવામાં આવ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
