ચૂંટણી/ ઉત્તર પ્રદેશમાં ઐાવસીની પાર્ટી 100 બેઠક પર ચૂંટણી લડશે,રાજકીય સમીકરણ બદલાશે

એસબીએસપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની કવાયત

India

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતાહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) એ યુપીમાં આવતા વર્ષે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી 100 બેઠકો પર ઉમેદવારો ઉતારશે. એઆઈએમઆઈએમની ઘોષણા સમાજવાદી પાર્ટી (સપા), બહુજન સમાજ પાર્ટી (બસપા) અને કોંગ્રેસ જેવા પક્ષો માટે ચિંતા પેદા કરી શકે છે, જે મુસ્લિમ મતોનો દાવો કરે છે.હવે ઉત્તરપ્રદેશમાં રાજકીય સમીકરણ બદલાશે.

એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે કહ્યું કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશમાં ઓમપ્રકાશ રાજભારની આગેવાનીવાળી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, (એસબીએસપી) અને કેટલાક અન્ય નાના પક્ષોના મોરચે ભાગીદારી સંકલ્પ મોરચા સાથે જોડાણ કરીને ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે પાર્ટી 100 બેઠકો પર ઉમેદવારો ઉતારશે.

હૈદરાબાદના સાંસદે હિન્દીમાં ટ્વિટ કર્યું હતું કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડશે. આ મંચ પર તે ઘણી વખત અંગ્રેજીમાં લખે છે ઓવૈસીએ ટિ્‌વટ કર્યું હતું કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને હું તમારી સમક્ષ થોડી વાત  રાખવા માંગુ છું  અમે નક્કી કર્યું છે કે 100 બેઠકો પર અમે અમારા ઉમેદવારો ઉભા રાખીશું. પાર્ટીએ ઉમેદવારોને સૂચિબદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અમે ઉમેદવારનો આવેદનપત્ર પણ બહાર પાડ્યું છે.

બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, અમે ઓમપ્રકાશ રાજભાર સહબ ‘ભાગીદરી સંકલ્પ મોરચા’ સાથે અમારૂ ગઠબંધન છે  અમે અન્ય પાર્ટી સાથે હાલ જોડાણમાં નથી.નોંધનીય છે કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગયા વર્ષે, ઓવૈસીની પાર્ટીએ બિહારની 20 બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા હતા. સીમાંચલ વિસ્તારમાં તેમના પક્ષના 5 ઉમેદવારોએ વિધાનસભા જીતી હતી. જોકે, તેના હાથ પશ્ચિમ બંગાળમાં ખાલી પડી ગયા હતા.