Politics/ આદર્શ ગામ યોજના મામલે સાંસદોની નિષ્ક્રિયતા

2020-21માં 545 સાંસદોમાંથી માત્ર 81 સાસંદોએ ગામ પસંદ કર્યા છે

India
village આદર્શ ગામ યોજના મામલે સાંસદોની નિષ્ક્રિયતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસંદોને અપીલ કરી હતી કે દરેક સાંસદ એક ગામ દત્તક લઇને તેનો વિકાસ કરે પરતું દત્તક લીધેલા ગામોની હાલત દયનીય છે.

વિકાસ મંત્રાલયના આંકડા મુજબ 2020-21માં લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોમાંથી માત્ર 96 સાંસદોએ જ ગામ દત્તક લીધા છે

દેશમાં ગામોના વિકાસ અર્થે સાંસદ ગામ યોજના અમલી બનાવવામાં આવી હતી. આ યોજના અતર્ગત સાસંદોએ ગામના વિકાસ માટે એક ગામ દત્તક લેવાનું હતું. પરતું ગ્રામીણ  વિકાસ મંત્રાલયના આંકડા મુજબ 2020-21માં લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોમાંથી માત્ર 96 સાંસદોએ જ ગામ દત્તક લીધા છે.

પાંચમાં તબ્બકામાં 2020-21માં 545 સાંસદોમાંથી માત્ર 81 સાસંદોએ ગામ પસંદ કર્યા છે.

આ યોજના અંગે અનેક પ્રશ્નો ઉદભવે છે. સ્થાઇ થયેલી સાંસદની કમિટીએ તેની પરિસ્થિતિનું મૂલ્યાકંન કર્યું હતું. સાંસદોએ વિકાસ માટે કોઇ એક ગામ પસંદ કરવાનું હોય છે પરતું સાસંદમાં ઉદાસીનતા જોવા મળે છે.

ગ્રામીણ વિકાસના આંકડા પરથી સ્પષ્ટ્ર થાય છે કે પાંચમાં તબ્બકામાં 2020-21માં 545 સાંસદોમાંથી માત્ર 81 સાસંદોએ ગામ પસંદ કર્યા છે.

સાંસદ આર્દશ ગામ યોજનાને લાગુ કરવા માટે સૌથી મોટી મુશ્કેલી ફંડની છે. આ યોજના અંગે શિરોમણી અકાલી દળના સાંસદ બલવિંદસિંહ ભુંડર કહે છે કે આ યોજનામાં ફંડ સહિત પ્રસાશનની અનેક ખામીઓ જોવા મળે છે.