Income tax raid/ મહારાષ્ટ્રમાં મળ્યો નોટોનો પહાડ | જાણો કઈ જગ્યાએ અને કેવી રીતે છુપાવ્યું હતું ધન

યુપીથી લઈને બંગાળ અને ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોમાં આઈટીએ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

Top Stories India
Income Tax Raid

(Income Tax Raid) આવકવેરા વિભાગે 1 થી 8 ઓગસ્ટ દરમિયાન મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ, કાપડનાં વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપરનાં પરિસરમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગનાં આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની બેનામી મિલકતો જપ્ત કરવામાં આવી છે. જેમાં 56 કરોડ રોકડા, 32 કિલો સોનું, હીરા-મોતી અને પ્રોપર્ટીનાં કાગળો સામેલ છે. આ મામલાને સંબંધિત અધિકારીઓએ ગુરુવારે આ કાર્યવાહીની માહિતી આપી છે. Income Tax Raid…..

56 કરોડની રોકડ રિકવર કરવામાં આવી છે.

આવકવેરા વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યના જાલના જિલ્લામાં સ્થિત એક વેપારી સામે કથિત કરચોરીની કાર્યવાહીની માહિતી મળ્યા બાદ ગયા અઠવાડિયે દરોડા પાડવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 56 કરોડ રૂપિયાની રોકડ અને 14 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીની કાર્યવાહી દરમિયાન દસ્તાવેજો અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

390 કરોડની સંપત્તિ રિકવર કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગે જાલનામાં સ્ટીલ ઉત્પાદકોની ફેક્ટરીઓ, ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગની આ કાર્યવાહી દરમિયાન લગભગ 390 કરોડ રૂપિયાની સંપત્તિ રિકવર કરવામાં આવી છે. જેમાં 56 કરોડની રોકડ, 32 કિલો સોનાના ઘરેણા ઉપરાંત કરોડો રૂપિયાના હીરા અને મોતી અને અંદાજે 390 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

તપાસ એજન્સીઓની કાર્યવાહીમાં મોટી માત્રામાં રોકડ મળી

છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરની આઈટી વિભાગના દરોડા ઠેર ઠેર પડી રહ્યા છે અને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુપીથી લઈને બંગાળ અને ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોમાં આઈટીએ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

આ પણ વાંચો : ભાવનગરનાં મઢડા ગામે ‘રાષ્ટ્રમાતા’નું મંદિર ભક્તો માટે છે બંધ : શું સરકાર સ્વતંત્રતા દિવસે ભારતમાતા મંદિરનાં દરવાજા ખોલશે?