નવી દિલ્હીઃ ભારતે કટકમાં યુવરાજ સિંહના 150 અને મહેન્દ્ર સિંહ ધોનીના 134 રનની ધુઆધાર બેટિંગની મદદથી 381 રન કર્યા હતા. ભારતની શરૂઆત ઘણી નબળી રહી હતી. ભારતની 5 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ માહી અને યુવીએ ભારતીય ઇંનિગ્સને સંભાળી હતી.
ભારતે કટકના બારાબતી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે બીજી વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 381 રન ફટકાર્યા હતા. 3 વન-ડેની સીરિઝમાં ભારત 1-0 થી આગળ ચાલી રહ્યું છે. આ મેચની જીત સાથે ભારત સીરિઝ પર કબ્જો કરી શકશે.