એક તરફ જ્યાં મોદી સરકાર આધારકાર્ડને ફરજિયાત બનાવીને તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાવી રહી છે અને મોબાઈલ ફોન, બેન્કિંગ, એલપીજી સહિત તમામ સુવિધાઓ લિંક કરવા પર ભાર આપી રહી છે. ત્યારે બીજી તરફ તેને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. મોબાઈલ ફોનને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાના સરકારના નિર્ણયનો મમતા બેનરજીએ વિરોધ કર્યો હતો તે પછી હવે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ તેનો વિરોધ કર્યો છે.
સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે સવારે ટ્વિટ કરીને આધારને ફરજિયાત બનાવવાને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવ્યું છે. આ વિશે તેમણે કહ્યું છે કે, તેઓ આ વિશે વિસ્તારથી વડાપ્રધાનને પત્ર લખશે. એટલું જ નહીં, સ્વામીએ કહ્યું છે કે, તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ નિર્ણયને રદ કરી દેશે.
