Not Set/ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, લેફટનન્ટ કમાન્ડર થયા શહીદ

કર્ણાટકના કરવારમાં વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્યમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ સમયે આગ ઓલાવવાના પ્રયાસ દરમિયાન લેફટન્ટ કમાન્ડરનું મોત થયું છે. જો કે ત્યારબાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. નૌકાદળે ઘટનાની તપાસ માટે બોર્ડ ઓફ ઇંકવાયરીનો આદેશ આપ્યો છે. Indian Navy: One officer dead during fire fighting ops onboard aircraft carrier INS […]

India
INS Vikramaditya INS વિક્રમાદિત્યમાં લાગી આગ, લેફટનન્ટ કમાન્ડર થયા શહીદ

કર્ણાટકના કરવારમાં વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્યમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ સમયે આગ ઓલાવવાના પ્રયાસ દરમિયાન લેફટન્ટ કમાન્ડરનું મોત થયું છે. જો કે ત્યારબાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. નૌકાદળે ઘટનાની તપાસ માટે બોર્ડ ઓફ ઇંકવાયરીનો આદેશ આપ્યો છે.

નૌકાદળે એક નિવેદનમાં કહ્યું હતું કે લેફટનન્ટ કમાન્ડર ડીએસ ચૌહાણે ખૂબજ બહાદુરીથી આગ ઓલવવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ પ્રયાસો દરમિયાન તેઓ બેભાન થઇ ગયા હતા. બેભાન થયા બાદ તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જો કે તેનું મોત થયું હતું.

જણાવી દઇએ કે 2016માં પણ આઇએનએસ વિક્રમાદિત્યમાં ઝેરીલો ગેસ લીક થવાની ઘટના બની હતી. જેમાં નૌકાદળના બે કર્મિઓનો મોત થયા હતા.