રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુક્રવારે સવારે અચાનક તબિયત લથડી હતી.. ત્યારબાદ તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આર્મી હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, રાષ્ટ્રપતિની હાલત હાલ સ્થિર છે અને તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું છે. જો કે હાલ તેઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.
3 માર્ચે લીધો હતો રસીનો પ્રથમ ડોઝ
એ બાબતે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્મી હોસ્પિટલમાં જ 3 માર્ચના રોજ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. રાષ્ટ્રપતિ પુત્રી સાથે આર્મી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે રસી મૂકાવી હતી.
ત્યારબાદ તેમણે દેશમાં સફળતાપૂર્વક રસીકરણ અભિયાન ચલાવવા બદલ ડોક્ટર્સ, નર્સ અને હેલ્થ વર્કર્સનો આભાર વ્યક્ત કર્યો હતો તથા રસી માટે યોગ્ય પાત્રતા ધરાવતા લોકોને રસી લેવાની અપીલ પણ કરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…