તેલંગાણા,
દેશની સૌથી ટફ ગણાતી કોમ્પીટિટિવ પરીક્ષાઓ પાસ કરવામાં બ્રીલીઅન્ટ સ્ટુડન્ટસ પણ બે ત્રણ ટ્રાયલ લઇ લેતા હોય છે ત્યારે એક 17 વર્ષની છોકરીએ આવી કઠિન એક્ઝામ પાસ કરી રેકોર્ડ બનાવ્યો છે.
માત્ર 17 વર્ષની વયે તેલંગાણાની સમહિથા કાસિભટ્ટા નામની છોકરીએ કોમ્પિટિટિવ એક્ઝામ કોમન એડમિશન ટેસ્ટ (CAT)ક્લીયર કરી રેકોર્ડ બનાવ્યો છે. તેણે પહેલા જ અટેમ્પ્ટમાં 95.95 પરસ્નટાઇલ મેળવ્યા છે, અને હવે તે કોર્પોરેટ ફાઇનાન્સમાં આગળ વધવા માંગે છે.
ફરી વાર યાદ રહે કે CAT ને ફર્સ્ટ ટ્રાયલમાં ટોપ રેન્કના સ્ટુડન્સ પણ ક્લિયર નથી કરી શકતા. સમહિથા 16 વર્ષની હતી ત્યારે જ તેને તેલંગાણાની સૌથી યુવાન અચિવર એન્જિનિયરનું બિરુદ મળ્યું હતું.સમહિથાએ માત્ર 12 વર્ષની ઉંમરે 12મુ 89% સાથે પાસ કર્યું હતું.
સમહિથા કાસિભટ્ટાએ જણાવ્યું કે મને આશા છે કે મારો સ્કોર્સ IIM(કોચી, લખનૌઉ, કોઝિકોડ) અથવા એસ.પી. જૈન (મુંબઇ) અને ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (દિલ્હી) જેવી સંસ્થાઓમાંથી પસાર થશે. ફાઇનાન્સ એ મારા રસનો વિષય છે.
સમહિથાના પિતા એલ.એન. કાસિભટ્ટાએ જણાવ્યું કે, તે જીનીયસ છે. તેને બેડમિન્ટન, મ્યુઝિક તેમજ પેઇન્ટિંગ જેવી પ્રવૃતિઓ કરવી ગમે છે. સાથે જ તે આઠ કલાક ઉંઘવાનું પણ પસંદ કરે છે.
આ સાથે જ તેના પિતાએ જણાવ્યું કે તે વેકેશન માણવા અમેરિકા જવાનો પણ પ્લાન કરી રહી છે. પોતાના આગામી પ્લાન વિશે સમહિથાએ જણાવ્યું કે મને આશા છે કે હું ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ પ્રોગ્રામ પહેલા જ પ્રયાસમાં ક્લીયર કરીશ.
