Not Set/ લો, કરો વાત, તોફાનમાં જન્મેલી બાળકીનું નામ રખાયું ફોની

ભુવનેશ્વર, હાલમાં ઓડિશામાં ચક્રવાતી તોફાન ફોની કહેર મચાવી રહ્યું છે ત્યારે બીજી તરફ એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. હકીકતમાં ભુવનેશ્વરની એક હોસ્પિટલમાં સવારે 11 કલાકે અને 3 મિનિટ પર એક બાળકીનો જન્મ થયો અને તેનું નામ પણ ફોની જ રાખવામાં આવ્યું છે. મંચેશ્વર રેલવે હોસ્પિટલમાં જન્મનાર મા અને બાળકી બન્ને સ્વસ્થ છે. […]

Top Stories India

ભુવનેશ્વર,

હાલમાં ઓડિશામાં ચક્રવાતી તોફાન ફોની કહેર મચાવી રહ્યું છે ત્યારે બીજી તરફ એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. હકીકતમાં ભુવનેશ્વરની એક હોસ્પિટલમાં સવારે 11 કલાકે અને 3 મિનિટ પર એક બાળકીનો જન્મ થયો અને તેનું નામ પણ ફોની જ રાખવામાં આવ્યું છે. મંચેશ્વર રેલવે હોસ્પિટલમાં જન્મનાર મા અને બાળકી બન્ને સ્વસ્થ છે.

જણાવી દઇએ કે શુક્રવારના રોજ 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ચક્રવાતી તોફાન ફોની ઓડિશાના દરિયાતટ પર ટકરાયું હતું. જો કે હાલમાં આ તોફાન ધીરે ધીરે મંદ પડી રહ્યું છે. આ તોફાનના કહેરને કારણે અનેક જગ્યાએ તબાહી મચી હતી. અનેક વૃક્ષોનો નાશ થવાની સાથોસાથ ઝુંપડીઓ પણ પ્રચંડ વેગે ઉખડીને ફંગોળાઇ ગઇ હતી. હાલમાં રાજ્યામાં એલર્ટ આપી દેવાયું છે અને સાથોસાથ ટ્રેન વ્યવહારો પણ સ્તબ્ધ કરવામાં આવ્યા છે.

તોફાન બાદ અત્યારસુધી 3 લોકોના મોતની ખબર છે. તે ઉપરાંત 12 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જો કે અત્યારસુધી નુકસાનની તીવ્રતા જાણી શકાઇ નથી. ચક્રવાતી તોફાન આજે સવારે પુરી પહોંચ્યું હતું. તેની શરૂઆત 175 કિલોમીટર પ્રતિ કલાકન જોરદાર પવન સાથે થઇ હતી.