જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદથી પાકિસ્તાન હચમચી ગયું છે અને આતંકવાદી કાવતરું કરી ભારતને નિરાશ બનાવી રહ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ના લોન્ચિંગ પેડથી હવે આતંકવાદીઓની ઘૂસણખોરીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ભારતીય સેનાએ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ બોર્ડર એક્શન ટાસ્ક (બેટ) ના અનેક ઘુસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કર્યા છે.
Army sources:This infiltration or attempted BAT action by Pakistan on 12-13 Sept 2019, was seen&eliminated in Hajipir Sector of PoK. Despite repeated denials,Pak has been trying to push terrorists into India. In Aug,Army managed to foil over 15 infiltration attempts by Pak on LoC https://t.co/UelRQpe9Vr
— ANI (@ANI) September 18, 2019
આ દરમિયાન પાકિસ્તાનની સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ (એસએસજી) ના કમાન્ડો અને આતંકવાદીઓ પર ભારતીય સેના દ્વારા ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા.
તો બીજુ બાજુ પાકિસ્તાની સેનાએ 60 જેટલા આતંકવાદીઓને ઘુસણખોરી કરવા માટે અપ્રયુક્ત માર્ગોનો ઉપયોગ કર્યો છે. ઉત્તર કાશ્મીરના ઉંચાઇવાળા વિસ્તારો અને જમ્મુ ક્ષેત્રના પૂંછ અને રાજૌરી વિસ્તારોમાં સરહદ પારથી ઘૂસણખોરીમાં વધારો થયો હોવાના ગુપ્તચર અહેવાલો વચ્ચે આ ઘૂસણખોરી કરવામાં આવી છે.
નિયંત્રણ રેખા તરફથી ઘૂસણખોરીના સફળ અને નિષ્ફળ પ્રયાસો વિશે જાણવા તાજેતરની બેઠકમાં સેનાના પ્રતિનિધિને કાશ્મીર ક્ષેત્રના ગુરેઝ, માછિલ અને ગુલમર્ગ સેક્ટર અને જમ્મુ ક્ષેત્રના પૂંછ અને રાજૌરી વિસ્તારોમાં ઉંચાઇવાળા વિસ્તારોમાં આતંકવાદી ઘૂસણખોરી માટે કહેવામાં આવ્યું હતું. આ સંદર્ભે વિવિધ એજન્સીઓ દ્વારા એકત્ર કરાયેલા પુરાવા સોંપવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ, દિલબાગ સિંહે અગાઉ કહ્યું હતું કે, લાઇન ઓફ કન્ટ્રોલ પર ઘૂસણખોરીના અનેક પ્રયાસો થયા હતા, જેમાંથી મોટાભાગના નિષ્ફળ થયા હતા. કેટલાક આતંકવાદીઓ ઘુસણખોરી કરવામાં સફળ થયા હોવાની સંભાવના તેમણે નકારી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
