સુરત,
સુરતમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં અવારનવાર રેપ, અકસ્માત અને હત્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યા છે. જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી માહિતી અનુસાર સુરત અને ભરૂચ બોર્ડર પર આવેલ પી.જી.ગ્લાસ નામની કંપની છેલ્લા 3 વર્ષ થી બંધ હતી.આ બંધ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડના મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 40 જેટલા લોકોનું ટોળુ આવી પહોચ્યુ હતુ. આ બંધ કંપનીના 6 સિક્યુરિટીને માર મારી બંધક બનાવ્યા હતા.તેમજ 40 લોકો ના ટોળા એ બંધ કંપનીના 6 જેટલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ 40 લોકોના ટોળાએ 6 સિક્યુરિટી પર હુમલો કર્યા હતો જેમાંથી 2 સિક્યુરિટીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.તો 4 વ્યકતિને ગંભીર ઈજા થતા સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આપને જણાવી દઈએ કે હુમલો કર્યા બાદ તમામ લોકો ફરાર થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
