પીએમ મોદીનું વ્યક્તિત્વ એવુ છે કે જે દુશ્મન દેશો પાકિસ્તાન અને ચીનને તેમની જ ભાષામાં જવાબ આપે છે. વિશ્વમાં તેમની છબી પણ દોસ્તારોના દોસ્તની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે અન્ય કોઈ, દુનિયાએ જોયું છે કે પીએમ મોદી ક્યારેય મિત્રતા જાળવવામાં નિષ્ફળ જતા નથી.
આ જ કારણ છે કે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પણ નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓ માટે કોઈ ને કોઈ ભેટ લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીએ જે બધી ભેટો લીધી છે તે તેમના સંસદીય ક્ષેત્ર કાશીના ઉત્તમ કારીગરીના નમૂના છે.
પીએમ મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ગુરુવારે મળ્યા હતા. આ દરમિયામ બંને ઘણા મુદ્દાઓ પર સંમત થયા હતા. હવે મીડિયા અહેવાલો અનુસાર, પીએમ મોદીએ તેમને તેમના દાદા પીવી ગોપાલનની જૂની સૂચનાઓ સાથે સંબંધિત લાકડાની ફ્રેમની ભેટ સ્વરૂપે આપી હતી. સરકારી અધિકારી તરીકે પીવી ગોપાલનને તેમના પ્રશંસનીય કાર્ય માટે આ ફ્રેમ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કમલા હેરિસ ભારતીય મૂળની છે અને તેમના પૂર્વજો સાથે જોડાયેલી ઘણી યાદો ભારતમાં કેદ છે. આ ઉપરાંત તેમને ગુલાબી મણકારીનો ચેસ સેટ પણ ભેટ સ્વરૂપે આપી હતી. . આ ચેસ સેટ કાશીની હસ્તકલા કળા સાથે સંકળાયેલ છે.
