Cricket/ પ્રેક્ટિસ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું,રાહુલ અને કિશનની ધમાકેદાર બેટિંગ

ભારતને ઈંગ્લેન્ડ તરફથી 189 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ટીમે કિશન અને રાહુલના મજબૂત ફિફ્ટીના આધારે તેને સરળતાથી હાંસલ કરી લીધો હતો

Top Stories Sports
cricket પ્રેક્ટિસ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું,રાહુલ અને કિશનની ધમાકેદાર બેટિંગ

યુએઈ અને ઓમાન દ્વારા આયોજીત ટી 20 વર્લ્ડ કપમાં ભારતે આજે પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. દુબઈમાં આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં ભારતને ઈંગ્લેન્ડ તરફથી 189 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ટીમે ઈશાન કિશન અને કેએલ રાહુલના મજબૂત ફિફ્ટીના આધારે તેને સરળતાથી હાંસલ કરી લીધો હતો. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 14 બોલમાં 29 રને અણનમ રહ્યો હતો.

ભારતને જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 20 રનની જરૂર હતી, પરંતુ ક્રિસ જોર્ડને 19 મી ઓવરમાં બે નો બોલ ફેંક્યા, જેનાથી ભારતને તે જ ઓવરમાં જરૂરી રન મળી શક્યા અને મેચ 7 વિકેટે જીતી લીધી.ઉલ્લેખનીય છે ટી-20 વર્લ્ડ કપમાં ભારત પ્રમુખ દાવેદાર માનવામાં આવે છે