India Vs South Africa T20 Series: ભારતે સાઉથ આફ્રિકાને ચાર ટી-20ની સીરીઝની પ્રથમ મેચમાં 61 રને ધાકડ પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા 203 રનના વિશાળ સ્કોર સામે યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમ 141 રનમાં ખખડી ગઈ હતી. સંજુ સેમસનની તોફાની સદીની મદદથી ભારતે જંગી સ્કોર ખડક્યો હતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ થઈ ગઈ છે.ભારત તરફથી રવી બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ ઝડપી હતી.જ્યારે અશર્દીપ અને આવેશ ખાનને 1-1 વિકેટ મળી હતી. ભારતની યુવા ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે,જ્યાં તે ચાર મેચની T20 સિરીઝ યજમાન ટીમ સામે રમશે.
આ સિરીઝની પહેલી મેચ બન્ને ટીમો વચ્ચે આજે ડરબનના કિંગ્સમીડ મેદાન ખાતે રમાઈ હતી. દરમિયાન દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. ટીમ ઈન્ડિયાએ વિશાળ 202 રનનો સ્કોર ખડક્યો હતો.
ભારતે ખડક્યો 202 રનનો વિશાળ સ્કોર
ભારતે 8 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 202 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. સંજુ સેમસને 50 બોલમાં સાત ચોગ્ગા અને 10 સિક્સર સાથે 107 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 214 રહ્યો હતો. આ સાથે સેમસન સતત બે T20 ઈન્ટરનેશનલ સદી ફટકારનાર પહેલો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
આ વર્ષે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અગાઉ T20 ફોર્મેટમાં જૂન મહિનામાં રમાયેલ ICC T20 વર્લ્ડ કપમાં મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ મેચ પોતાના નામે કરી લીધી હતી.
ભારત અને આફ્રિકા વચ્ચેની મેચના રેકોર્ડ
T20Iમાં હેડ ટુ હેડ રિકોર્ડમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમ મજબૂત સ્થિતિ ધરાવે છે. બન્ને દેશ વચ્ચે 27 T20I મેચ રમાઈ છે. ભારતે 15 મેચ પોતાના નામે કરી છે, જ્યારે સાઉથ આફ્રિકાએ 11 વખત જીત મેળવી છે. એક મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
દક્ષિણ આફ્રિકાની ટીમ
એઇડન માર્કરામ (કેપ્ટન),ઓટનીએલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહલાલી મેપોંગવાના, નકાબા પીટર, રેયાન રિકલ્ટન, એન્ડીલે સિમેલેન (ત્રીજી અને ચોથી મેચ), ટ્રિસ્ટન સ્ટબ્સ.
ભારતીય ટીમની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન),અભિષેક શર્મા,સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંઘ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ,વિજયકુમાર વિશાખા , આવેશ ખાન, યશ દયાલ.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, BCCIએ સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા
આ પણ વાંચો: શ્રેયસ અય્યરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, ટી20 સ્ટાઈલમાં બેવડી સદી ફટકારી
આ પણ વાંચો: ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પંત ટોપ-10માં જયારે કિંગ કોહલી 10 વર્ષ પછી તેના સૌથી ખરાબ તબક્કામાં…
