Hardik Pandya/ પ્રથમ ટી20માં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું, હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ

T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. ગ્વાલિયરમાં રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. પંડ્યાએ 16 બોલનો સામનો કર્યો અને અણનમ 39 રન બનાવ્યા.

Top Stories Breaking News Sports
Beginners guide to પ્રથમ ટી20માં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું, હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ

ગ્વાલિયરઃ T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. ગ્વાલિયરમાં રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. પંડ્યાએ 16 બોલનો સામનો કર્યો અને અણનમ 39 રન બનાવ્યા. આ પહેલા સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન અને અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અર્શદીપે 3 વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંડ્યા ભારત તરફથી 5માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે વિસ્ફોટક બેટિંગ કરી. પંડ્યાએ 16 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પંડ્યાની આ ઇનિંગે પણ ચાહકોના દિલ જીતી લીધા હતા. નીતિશ રેડ્ડીએ પણ પંડ્યાને ઘણું સમર્થન આપ્યું હતું. તેણે 16 અણનમ રન બનાવ્યા હતા. આ રીતે ભારતે 11.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી લીધો હતો.

સૂર્ય-સંજુનું જોરદાર પ્રદર્શન 

ભારતે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ટીમ માટે અભિષેક શર્મા અને સંજુ સેમસન ઓપનિંગ કરવા આવ્યા હતા. જોકે અભિષેક જલ્દી જ રનઆઉટ થયો હતો. તેણે 7 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા. સંજુએ 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. સુકાની સૂર્યકુમાર યાદવે 14 બોલમાં 29 રન બનાવ્યા હતા. સૂર્યાએ 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

બાંગ્લાદેશે 127 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 19.5 ઓવરમાં ઓલઆઉટ થતાં 127 રન બનાવ્યા હતા. આ દરમિયાન મેહદી હસન મિરાજે 35 રનની સારી ઇનિંગ રમી હતી. તેણે 32 બોલનો સામનો કર્યો અને 3 ચોગ્ગા ફટકાર્યા. ઝાકિર અલીએ એક સિક્સરની મદદથી 8 રન બનાવ્યા હતા. કેપ્ટન શાંતોએ 25 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. તસ્કીન અહેમદે 12 રન બનાવ્યા હતા. પરવેઝ હુસૈને 8 રન બનાવ્યા હતા. લિટન દાસ 4 રન બનાવીને આઉટ થયો હતો.

અર્શદીપ-વરુણે 3-3 વિકેટ લીધી

ભારત માટે અર્શદીપ સિંહે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 14 રનમાં 3 વિકેટ લીધી હતી. વરુણે 31 રનમાં 3 વિકેટ લીધી હતી. મયંક યાદવ, હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી. મયંકની આ ડેબ્યૂ T20 ઈન્ટરનેશનલ મેચ હતી. તેણે 4 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી અને મેડન ઓવર પણ નાખી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વીમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતે પાક.ને છ વિકેટે હરાવ્યું

આ પણ વાંચો: ભારતમાં યોજાશે એશિયા કપ 2025, આ કારણથી રોહિત-વિરાટ બેટિંગ કરતા નહીં દેખાય

આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર સલિલ અંકોલાની માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ગરદન પર ઘાના નિશાન જોવા મળ્યા