Champions Trophy 2025/ ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને કચડી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં

ભારત ન્યૂઝીલેન્ડને 44 રને કચડી નાખીને ચેમ્પિયન્સ ટ્રોફી(Champions Trophy) ની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતે 250 રનના આપેલા લક્ષ્યના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવતા 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Top Stories Breaking News Sports

દુબઈઃ ભારત ન્યૂઝીલેન્ડને 44 રને કચડી નાખીને ચેમ્પિયન્સ ટ્રોફી(Champions Trophy) ની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતે 250 રનના આપેલા લક્ષ્યના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવતા 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કેન વિલિયમ્સન જ 81 રન કરી મહત્વનું પ્રદાન કરી શક્યો હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો ભારતની સ્પિન બોલિંગને પારખવામાં થાપ ખાઈ ગયા હતા.

વરૂણ ચક્રવર્તીએ કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરતાં 42 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે ન્યૂઝીલેન્ડના બોલર મેટ હેનરીએ પણ આ જ 42 રન આપી પાંચ વિકેટ ઝડપીને ભારતને 249 રન સુધી મર્યાદિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ન્યૂઝીલેન્ડની દસમાંથી નવ વિકેટ ભારતીય સ્પિનરોએ ઝડપી હતી. આ બતાવે છે કે આ મેચમાં સ્પિનરોનું પ્રભુત્વ કેવું રહ્યું હતું.

ભારતની ઓપનિંગ જોડી, રોહિત શર્મા અને શુભમન ગિલ સસ્તામાં આઉટ થઈ ગયા. આ વિરાટ કોહલીના કરિયરની 300મી ODI મેચ હતી, જેમાં તે સારા દેખાવમાં દેખાઈ રહ્યો હતો. પરંતુ ગ્લેન ફિલિપ્સે એવો જાદુઈ કેચ પકડ્યો કે મેદાનમાં હાજર બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વિરાટે ૧૧ રન બનાવ્યા. પરંતુ શ્રેયસ ઐયર અને અક્ષર પટેલે 98 રનની ભાગીદારી સાથે ટીમ ઈન્ડિયાને સંકટમાંથી બહાર કાઢવામાં મદદ કરી. ઐયરે 79 રન બનાવ્યા, જ્યારે અક્ષર પટેલે 42 રનનું યોગદાન આપ્યું. હાર્દિક પંડ્યાએ પણ 45 રન બનાવ્યા અને ભારતને 249 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.

ભારત ગ્રુપ Aનું કિંગ

ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ Aમાં તેની ત્રણેય મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંનેને 6-6 વિકેટના માર્જિનથી હરાવ્યા હતા. હવે ન્યુઝીલેન્ડનો પણ 44 રને પરાજય થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આ પહેલી વાર છે જ્યારે દુબઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહેલા બેટિંગ કરનારી ટીમ વિજયી બની છે. ભારત હવે ચોથી માર્ચે પહેલી સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જો કે આ પરાજય છતાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ સેમી ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. સેમી ફાઇનલમાં તેનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. જ્યારે ફાઇનલ નવમી માર્ચના રોજ એટલે કે આગામી રવિવારે રમાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચ્યું, અફઘાનિસ્તાન સામેની મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી નહીં

આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મેચ રદ થશે તો શું થશે, કોણ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે?

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025; અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 28 ફેબ્રુઆરીએ મુકાબલો