મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં પ્રેમી દ્વારા તેની જ મોડલ પ્રેમિકાની હત્યા કેસનો સામે આવ્યો છે. નાગપુરની રહેવાસી 19 વર્ષીય ખુશી પરિહાર મોડેલ બનવાની માંગતી હતી. તે સ્થાનિક ફેશન શોમાં ભાગ લેતી રહેતી હતી અને નામી મોડલ બનવા માંગતી હતી.
ખુશી પરિહારના પ્રેમી અશરફ શેખ ખુશીને કોઈ બીજા છોકરાઓથી નજીક રહે તે તેને પસંદ નહોતું. અશરહ પ્રેમિકાના ચારિત્ર પર શંકા કરતો હતો. આ જ શંકાના કારણે અશરહએ તેની પ્રેમિકા ખુશીની હત્યા કરી નાખી. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે આરોપીને ધરપકડ કરવામાં આવી છે.
નાગપુર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે શનિવારે સવારે તેમને માહિતી મળી હતી કે પંધુરના-નાગપુર હાઇવે પર એક મહિલાનો મૃતદેહ પડ્યો છે. જ્યારે અમે ઘટના સ્થળે પહોંચ્યા, ત્યારે અમે જોયું કે છોકરીનો ચહેરો ખરાબ રીતે કચડી નાખવામાં આવ્યો હતો.
તેમણે આગળ જણવ્યું કે, “અમે સોશિયલ મીડિયા દ્વારા છોકરી ઓળખ કરી. તપાસમાં અશરફનું નામ સામે આવ્યું. પોલીસે કહ્યું કે શેખની ધરપકડ કરવામાં આવી છે. તેને તેનો ગુના કબૂલ કર્યો છે.
શેખ માન્યું કે પ્રેમિકાના ચારિત્ર પર શંકાને કારણે અને કેટલાક છોકરાઓની નજીક હોવાથી, તેણે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી. પોલીસે જણાવ્યું કે, શેખે 12 જુલાઈએ ખુશીને પોતાની કારમાં લઈને ગયો હતો અને રસ્તા પર તેને મારી નાખી હતી અને તેના ચહેરાને કચડી નાખ્યો હતો. પોલીસે હત્યાનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
