Not Set/ શેરબજારના ઇતિહાસમાં પહેલી વખત સેન્સેક્સ રેકોર્ડ 39000 પાર, નિફ્ટીએ પણ બનાવ્યો આ રેકોર્ડ

મુંબઇ, શેરબજારે મંગળવારે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. શેરબજારના ઇતિહાસમાં પહેલી વાર સેન્સેક્સ 39000 ના આંકને પાર કરીને બંધ રહ્યો છે. આ દરમિયાન નિફ્ટીએ પણ નવો સિમાચિહ્ન હાંસલ કરતા 11710 ની સપાટી વટાવી ચૂક્યો હતો. સેન્સેક્સ 184.78 ના ઉછાળા સાથે 39056.65 ના સ્તર પર અને નિફ્ટી 44.05 ના અંકની તેજી સાથે 11713.20 ના સ્તર પર […]

India Business
BSE Record શેરબજારના ઇતિહાસમાં પહેલી વખત સેન્સેક્સ રેકોર્ડ 39000 પાર, નિફ્ટીએ પણ બનાવ્યો આ રેકોર્ડ

મુંબઇ,

શેરબજારે મંગળવારે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. શેરબજારના ઇતિહાસમાં પહેલી વાર સેન્સેક્સ 39000 ના આંકને પાર કરીને બંધ રહ્યો છે. આ દરમિયાન નિફ્ટીએ પણ નવો સિમાચિહ્ન હાંસલ કરતા 11710 ની સપાટી વટાવી ચૂક્યો હતો. સેન્સેક્સ 184.78 ના ઉછાળા સાથે 39056.65 ના સ્તર પર અને નિફ્ટી 44.05 ના અંકની તેજી સાથે 11713.20 ના સ્તર પર બંધ રહ્યો હતો.

તે અગાઉ સેન્સેક્સ સોમવારના રોજ દિવસ દરમિયાનના કારોબારમાં બે વાર 39000 ની સપાટી વટાવી ચૂક્યો હતો. જો કે કારોબારના અંતે તે ઘટીને નીચે બંધ રહ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પાવર શેર્સમાં ઉછાળો

આજે સુપ્રીમકોર્ટ તરફથી રાહત મળ્યા બાદ વિજ ક્ષેત્રને લગતા શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે આરબીઆઇના સર્ક્યુલર પર રોક લગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય બાદ પાવર શેર્સમાં જોરદાર તેજીનો ટ્રેન્ડ રહ્યો હતો અને તેને કારણે બીએસઇનો પાવર ઇન્ડેક્સ 6 મહિનાની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો.

આજના કારોબાર દરમિયાન મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇનો મિડ કેપ ઇન્ડેક્સ આજે 0.04 ટકાની નરમાઇ સાથે 15553.75 ના સ્તર પર બંધ રહ્યો હતો. તો બીજી તરફ સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.18 ટકાના ઘટાડા સાથે 15116.84 ના સ્તરે બંધ થયો હતો. તેલ-ગેસના શેરમાં પણ આજે દબાણ જોવા મળ્યું હતું. બીએસઇનો ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ આજે 0.61 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.

 

.