Not Set/ યૌન શોષણના આરોપને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નકારી કાઢ્યા, કહ્યું કે ન્યાયપાલિકા ખતરામાં

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની ઉપર લાગેલા યૌન શોષણના આરોપને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, ‘હું આ આરોપોનો જવાબ આપવા નથી માંગતો’. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે ન્યાયપાલિકા જોખમમાં છે. આગામી અઠવાડિયે ઘણા મહત્ત્વના કિસ્સાઓની સુનાવણી થવાની છે, તેથી જાણીજોઈને આવા આરોપો લગાવામાં આવ્યા છે. જણાવીએ કે એક મહિલા દ્વારા સીજેઆઈ પર જાતીય શોષણ આરોપ […]

Top Stories India Trending
gdg 13 યૌન શોષણના આરોપને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નકારી કાઢ્યા, કહ્યું કે ન્યાયપાલિકા ખતરામાં

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની ઉપર લાગેલા યૌન શોષણના આરોપને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, ‘હું આ આરોપોનો જવાબ આપવા નથી માંગતો’. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે ન્યાયપાલિકા જોખમમાં છે. આગામી અઠવાડિયે ઘણા મહત્ત્વના કિસ્સાઓની સુનાવણી થવાની છે, તેથી જાણીજોઈને આવા આરોપો લગાવામાં આવ્યા છે. જણાવીએ કે એક મહિલા દ્વારા સીજેઆઈ પર જાતીય શોષણ આરોપ લગાવ્યા પછી સુપ્રીમ કોર્ટની એક વિશેષ બેંચ દ્વારા કેસની સુનાવણી કરવામાં આવી છે. આ દરમિયાન સીજેઆઈએ કહ્યું કે શું ચીફ જસ્ટિસનાં 20 વર્ષનાં કાર્યકાળનું આ ઇનામ છે? 20 વર્ષોની સેવા પછી મારા ખાતામાં માત્ર 6,80,000 રૂપિયા છે. કોઈ પણ મારું એકાઉન્ટ ચેક કરી શકે છે.

સીજેઆઇએ કહ્યું કે મારા પિયૂન પાસે પણ મારા કરતાં વધુ પૈસા છે. રંજન ગોગોઇએ કહ્યું કે ન્યાયપાલિકાને બલીનો બકરો નથી. કેટલાક લોકો સીજેઆઇ ઑફિસને નિષ્ક્રિય કરવા માંગે છે લોકો પૈસાના મામલે મારા પર આંગળી ઉઠાવી શકતા નથી, તેથી આ પ્રકારના આરોપો લગાવી રહ્યા છે. સીજેઆઇએ કહ્યું કે હું દેશના લોકોને ખાતરી આપવા માંગુ છું કે હું મહત્વપૂર્ણ કેસો સાંભળીશ. જેણે મને આરોપ મૂક્યો છે તેઓ જેલમાં હતા અને હવે બહાર છે. તેની પાછળ કોઈ એક વ્યક્તિ નથી, પરંતુ ઘણા લોકોનો હાથ છે.

સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે જે મહિલાએ આરોપ મૂક્યો છે તે 4 દિવસ માટે જેલમાં હતી. મહિલાએ કોઈ સખ્શને સુપ્રીમ કોર્ટમાં નોકરી અપાવવમાં બદલ પૈસા લીધા હતા.