ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમન દ્વારા મોદી સરકાર દરમિયાન કોઈ આતંકવાદી હુમલો ના થયા હોવાનો દાવા કર્યા પછી કોંગ્રેસે તેમના પર વળતા સવાલો શરૂ કર્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં સીતારમને પાર્ટીના નેતાઓ વચ્ચે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ખાતરી આપી છે કે આતંકવાદીઓને ભારતમાં કોઈ સ્થાન મળે નહીં. સીતારમને કહ્યું કે વર્ષ 2014 થી દેશમાં કોઈ મોટો આતંકવાદી હુમલો થયો નથી. વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારે ખાતરી આપી કે આતંકવાદીઓને શાંતિને ખલેલ પહોંચાડવાની કોઈ તક મળશે નહીં.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે દેશના રક્ષામંત્રીએ કહ્યું છે કે છેલ્લા 55 મહિનામાં ભારતમાં કોઈ મોટો આતંકવાદી હુમલો થયો નથી? જ્યારે આતંકવાદીઓ પર હુમલો થાય જ નથી, તેઓએ શા માટે સર્જીકલ સ્ટ્રાઈક શા માટે કરવી પડી હતી? શું ઉરી, ગુરૂદાસપુર અને પઠાનકોટના હુમલામાં આતંકવાદી હુમલાઓનો સમાવેશ થતો નથી? ‘
Very suprising to hear Raksha Mantri’s outrageous claim that there has been no terrorist attack since May 2014
Wish to remind her that over 400 jawans lost their lives in terror attacks in Pathankot,Amarnath Yatra, Uri & elsewhere in last 55 months
— Ahmed Patel Memorial (@ahmedpatel) January 12, 2019
કોંગ્રેસના નેતા અહમદ પટેલે રક્ષામંત્રીના દાવાને આઘાતજનક ગણાવ્યો હતા. તેમણે રક્ષામંત્રીના નિવેદન પર ટ્વિટ કર્યું. પટેલ લખ્યું – રક્ષામંત્રીના આ ચોકાનારા દાવાને સાંભળીને આશ્ચર્ય થાય છે કે મે 2014 પછીથી કોઈ પણ આતંકવાદી હુમલાઓ થયા નથી. તેમને યાદ કરાવા માંગીશ કે છેલ્લા 55 મહિનામાં, પઠાનકોટ, અમરનાથ યાત્રા, ઉરી અને અન્ય સ્થળો પર આતંકવાદી હુમલામાં 400 થી વધુ જવાનોએ પોતાનું જીવન ગુમાવ્યું છે.
