ચૂંટણી પંચે તેમના કમિશનર અશોક લવાસાની આચાર સંહિતાના ઉલ્લંઘનનાં કિસ્સાઓમાં પેનલના કોઈ સભ્યની અસંમતિ જાહેર કરવાની માંગને રદ કરી દીધી છે. સાથે જ ચૂંટણી પંચે કહ્યું કે આવા કિસ્સાઓમાં મિટિંગમાં બનેલી અસંમતિ અથવા અલ્પમતને રેકોર્ડમાં રાખવામાં આવશે, પરંતુ તે અંગે નિર્ણયો લેવાશે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અને ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાના અભિપ્રાય મુજબ ચૂંટણીના આચાર સંહિતાના ઉલ્લંઘન કિસ્સાઓમાં નિર્ણયો ન્યાયિક થતા નથી. આવામાં નિર્ણયોમાં અલ્પમત અથવા તો અસંમતિને આદેશોમાં ગણવા ના જોઈએ.
જોકે બંનેએ આ વાત પર સહમત હતા કે અલ્પમત અથવા અસંમતિના વિચારોને જરૂર સાંભળવામાં આવે, પરંતુ તે માત્ર રેકોર્ડમાં જ રાખવામાં આવી શકે છે. તેને જાહેર કરી શકાશે નહીં.
ચૂંટણી કમિશનના અધિકારીએ કહ્યું, ‘આરટીઆઈ એક્ટ હેઠળ લોકો ચૂંટણી પંચની ફાઇલ નોટિંગ વિશે જાણી શકે છે.ચૂંટણી કમિશન હંમેશાં પારદર્શિ રહ્યુ છે અને આગળ પણ રહેશે. ‘
અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિકાલની પ્રક્રિયા અંગેની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, આ રીતના મામલા તમામ સભ્યોના વિચારો વિશે જાણવામાં આવે અને એ પછી ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવે.
જો કે આ અંગે મીડિયા સાથે વાત કરતા અશોક લવાસાએ કહ્યું કે ચૂંટણી પંચમાં ટ્રાન્સપરન્સીનો અભાવ છે.
