Not Set/ નકલી નોટો છાપનારને 7 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

નોટબંધીના પહેલા નકલી નોટોના કેસમાં પકડાયેલા આરોપી રાહુલ પંડ્યાને મીરજાપુર ગ્રામ્ય કોર્ટે ફેક કરન્સીના ગુનામાં દોષિત માનીને 7 વર્ષની સજા ફટકારી છે. સાથે જ 25 હજાર રૂપિયા દંડ પેટે ભરવાનો હુકમ પણ કર્યો છે. કેસની વિગત એવી છે કે આરોપી રાહુલ પંડયા એ પોતાના ઘરમાં જ બંદ બારણે નકલી નોટો છાપવાનો ગોરખ ધંધો શરૂ કર્યો […]

Ahmedabad Gujarat

નોટબંધીના પહેલા નકલી નોટોના કેસમાં પકડાયેલા આરોપી રાહુલ પંડ્યાને મીરજાપુર ગ્રામ્ય કોર્ટે ફેક કરન્સીના ગુનામાં દોષિત માનીને 7 વર્ષની સજા ફટકારી છે. સાથે જ 25 હજાર રૂપિયા દંડ પેટે ભરવાનો હુકમ પણ કર્યો છે.

કેસની વિગત એવી છે કે આરોપી રાહુલ પંડયા એ પોતાના ઘરમાં જ બંદ બારણે નકલી નોટો છાપવાનો ગોરખ ધંધો શરૂ કર્યો હતો. જેમાં તે નોટ બંધી ના પહેલાની 1000 અને 500 ની નોટો નું હુબહુ ડુબલીકેટ બનાવતો હતી. અને તેણે અંદાજે 50 હજાર રૂપિયા રોકડા અને એ પણ નકલી રૂપિયા લઈને આરોપી રાહુલ પંડ્યા આનંદ નગર પાસેની આઈસીઆઇસીઆઈ બેંકમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે બેંક મેનેજર ને નોટોનો બંડલ આપ્યો હતો.જેની ગણતરી ના વખતે બેંક મેનેજરને નોટોના બંડલ પર શંકા જતા તેણે તમામ નોટોનું બારીકાઈ થી ચેક કરતા તેને ખબર પડી હતી કે નોટોના બંડલમાં મોટા ભાગે તમામ નોટો ફેક છે.

આમ, મેનેજર એ આરોપીનો ખેલ પકડી પાડીને તત્ક્લિક આનંદ નગર પોલીસને આ બાબતે જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ આ કેસ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં ગ્રામ્ય કોર્ટના જજ રાહુલ પ્રતાપ સિંહ રાઘવ એ સરકારી વકીલ  ભરત સિંહ રાઠોડની દલીલો તેમજ તેમના તરફથી રજૂ કરાયેલા 21 દસ્તાવેજો અને 14 સાક્ષીઓની જુબાનીને માન્ય રાખીને આરોપી રાહુલ પંડ્યા ને નકલી નોટના કેસમાં સાત વર્ષની સજા ફટકારી હતી.