Not Set/ પુલવામાં હુમલા : ભારતે પાક.ને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવાની કરી શરૂઆત

ન્યુયોર્ક, જમ્મુ-કાશ્મીરના પુલવમા જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલા પછી ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. જેની અસર હવે જોવા મળી રહી છે. આ અગાઉ આ હુમલાને લઇને અમેરિકા, ફ્રાન્સ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પાકિસ્તાનની નિંદા કરવામાં આવી છે, ત્યારે હાલમાં જ યૂરોપિયન સંઘ દ્વારા પણ પાકિસ્તાનને આડેહાથ લઇ લેવામાં આવ્યું છે. પુલવામા […]

Top Stories India
ik 1 પુલવામાં હુમલા : ભારતે પાક.ને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવાની કરી શરૂઆત

ન્યુયોર્ક,

જમ્મુ-કાશ્મીરના પુલવમા જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલા પછી ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. જેની અસર હવે જોવા મળી રહી છે. આ અગાઉ આ હુમલાને લઇને અમેરિકા, ફ્રાન્સ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પાકિસ્તાનની નિંદા કરવામાં આવી છે, ત્યારે હાલમાં જ યૂરોપિયન સંઘ દ્વારા પણ પાકિસ્તાનને આડેહાથ લઇ લેવામાં આવ્યું છે.

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને યૂરોપિય સંઘ દ્વારા ચોખ્ખા શબ્દોમાં પાકિસ્તાનને સૂચના આપી દેવામાં આવી છે કે આ આંતકવાદી હુમલા પાછળ જવાબદાર લોકોને પકડીને તેમના વિરુદ્ધ પાકિસ્તાનની સરકાર કાર્યવાહી શરૂ કરે.યૂરોપિયન સંઘની વિદેશી અને સુરક્ષાને લગતી નીતિઓ જોઇ રહેલા ઉચ્ચ પ્રતિનિધિ ફેડેરિકા મોગેરિનીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હુમલા બાદ જે તણાવ ઉત્પન્ન થયો છે તેને ઓછો કરવાનો આગ્રહ કર્યો હતો.

આ મામલે ફેડેરિકા દ્વારા પાકિસ્તાનની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી સાથે રવિવારે હાલની વર્તમાન સ્થિતિને લઇને ચર્ચા કરી હતી. આ સીવાય યૂરોપિયન સંઘ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ મામલે ભારતનો પણ સંપર્ક કરશે.

દુનિયામાં આતંકવાદને લઇને ઘણા દેશો એકજૂથ થયા છે. ફેડેરિકા દ્વારા આતંકવાદ વિરુદ્ધ વારંવાર કાર્યવાહી કરવાની જરૂર પણ જાહેર કરી છે. આ સીવાય તેઓ જણાવે છે કે માત્ર પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો વિરુદ્ધ જ નહીં, પરંતુ એવા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જાઇએ કે જે લોકો સીધી અથવા આડકતરી રીતે આતંકવાદ સાથે જોડાયેલા છે.

14 ફેબ્રુઆરીના દિવસે કાશ્મીરના પુલવામા જિલ્લામાં જૈશ-એ-મહોમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા સીઆરપીએફના એક કાફલાની બસને બોમ્બ વડે ઉડાવી દેવામાં આવી હતી. આ હુમલામાં અને હુમલા બાદ અત્યાર સુધીમાં આતંવાદીઓ સાથે થયેલી અથડામણમાં ભારતના 45 જવાન શહીદ થયા છે. સાથે જે ભારતીય સેના દ્વારા ઘાટીમાં અલગ-અલગ મિશન ચલાવીને આતંકવાદીઓનો પ્રદેશમાંથી સફાયો કરવામાં આવી રહ્યો છે.