Not Set/ ચાર રાજ્યોમાં વરસાદી કહેરે 125ના જીવ લીધા, ગુજરાત હજુ એલર્ટ પર

દેશના પશ્ચિમી ભાગોથી લઈને દક્ષિણના રાજ્યમાં પુરનો કહેરમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 125 થી વધુ લોકોની મૃત્યુના સમાચાર છે. બચાવ અને સંસાધન એજન્સીઓના જણાવ્યા અનુસાર કેરલમાં ગુરુવાર સુધીમાં સૌથી વધુ 55 લોકોની મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં 27 લોકોના મૃત્યુની સમાચાર છે. એટલું જ નહીં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની […]

Top Stories India
aaaao 2 ચાર રાજ્યોમાં વરસાદી કહેરે 125ના જીવ લીધા, ગુજરાત હજુ એલર્ટ પર

દેશના પશ્ચિમી ભાગોથી લઈને દક્ષિણના રાજ્યમાં પુરનો કહેરમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 125 થી વધુ લોકોની મૃત્યુના સમાચાર છે. બચાવ અને સંસાધન એજન્સીઓના જણાવ્યા અનુસાર કેરલમાં ગુરુવાર સુધીમાં સૌથી વધુ 55 લોકોની મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં 27 લોકોના મૃત્યુની સમાચાર છે. એટલું જ નહીં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે એન આને જોતા કેરલ સરકાર દ્વારા મિલિટ્રી ટીમો દ્વારા રેસ્ક્યુ યુનિટ્સ અભિયાન ચલાવ્યું હતું અને લોકોએ એરલિફ્ટમાં જવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન કેરલમાં ભૂસ્ખલોનમાં 9 લોકો શવ મળી આવ્યા  છે. મલ્પ્પુરમ જીલ્લામાં 8 ઓગસ્ટના ભૂસ્ખલન થયા હતા.

આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટક બેલાગવી જિલ્લામાં પૂરનું મૂલ્યાંકન કરવા હવાઈ સર્વેક્ષણ માટે પહોંચવાના છે. કોસ્ટગાર્ડે પોતાના ટ્વિટમાં 3 રાજ્યોમાં ફસાયેલા 2,200 નાગરિકોને બચાવવાની માહિતી આપી છે. કર્ણાટકમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયાં છે અને 9 લોકો ગુમ થયાનાં અહેવાલ છે. રાજ્યમાં 600 રાહત શિબિરો ઉભા કરવામાં આવ્યા છે અને 1,61,000 લોકોને તેમનામાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. કર્ણાટકના એક અધિકારીએ કહ્યું કે ઉત્તર કર્ણાટક, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમ ઘાટ સૌથી વધુ અસરગ્રસ્ત છે.

પૂરને કારણે કર્ણાટકમાં 6,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ તેને છેલ્લા 45 વર્ષમાં રાજ્યની સૌથી મોટી કુદરતી આપત્તિ ગણાવી છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે 3,000 કરોડ રૂપિયાની માંગ કરી છે. યેદિયુરપ્પાએ કહ્યું, “એનડીઆરએફની 20 ટીમો, 10 સેનાની ટીમો, 5 નૌકા ટીમો અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપનની બે ટીમો બચાવ અને રાહત કામગીરીમાં સામેલ છે.”

ગુજરાતમાં પુરના કારણે 22 લોકોના મોત

મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થિતિ પણ ચિંતાજનક છે. પૂરના કારણે મહારાષ્ટ્રમાં 27 અને ગુજરાતમાં 22 લોકોના મોત થયાની નોંધ છે. પૂરને કારણે મહારાષ્ટ્રના ઘણા મહત્વપૂર્ણ માર્ગો બંધ કરાયા છે. એટલું જ નહીં, ગુજરાતમાં દીવાલ પડવાના કારણે અમદાવાદ અને નડિયાદમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જો કે, શનિવારે મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં પૂરની પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.

મહારાષ્ટ્રમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 3.8 લાખ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. કોલ્હાપુર, પુના, સોલાપુર, સાતારા અને સાંગલી જિલ્લામાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે. સૌથી ખરાબ સ્થિતિ કેરળની છે, જ્યાં 1.5 લાખ લોકોને તાત્કાલિક રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.