Not Set/ સોફ્ટવેર એન્જીનિયરે પત્ની અને 3 બાળકોને રહેંસી કાઢ્યા,પરિવારને મોકલ્યો હત્યાનો વિડીયો

યુપી, યુપીના ગાઝિયાબાદમાં એક ટેક્નોક્રેટે તેની પત્ની અને 3 બાળકોની ગળું કાપી હત્યા કરી દીધી છે.ગાઝીયાબાદના જ્ઞાનખંડ-4માં એક સોફટવેર એન્જિનિયરે પત્ની અને 3 બાળકોની ગળું કાપીને કરપીણ હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. મૃતકોમાં બે જોડકાં બાળકો હતા. કરુણતા તો એ હતી કે પરિવારની હત્યા કરીને સોફ્ટવેર એન્જીનિયરે તેનો વિડીયો પણ બનાવ્યો હતો.હત્યારો  37 વર્ષનો  […]

Top Stories India Trending
gah 11 સોફ્ટવેર એન્જીનિયરે પત્ની અને 3 બાળકોને રહેંસી કાઢ્યા,પરિવારને મોકલ્યો હત્યાનો વિડીયો

યુપી,

યુપીના ગાઝિયાબાદમાં એક ટેક્નોક્રેટે તેની પત્ની અને 3 બાળકોની ગળું કાપી હત્યા કરી દીધી છે.ગાઝીયાબાદના જ્ઞાનખંડ-4માં એક સોફટવેર એન્જિનિયરે પત્ની અને 3 બાળકોની ગળું કાપીને કરપીણ હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. મૃતકોમાં બે જોડકાં બાળકો હતા.

કરુણતા તો એ હતી કે પરિવારની હત્યા કરીને સોફ્ટવેર એન્જીનિયરે તેનો વિડીયો પણ બનાવ્યો હતો.હત્યારો  37 વર્ષનો  સુમિત અગાઉ બેંગલુરૂની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. સુમિત જાન્યુઆરીથી નોકરી છોડીને જ્ઞાનખંડ સ્થિત ફલેટમાં પરિવારની સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અંશુબાલા (35) અને દીકરો પ્રથમેશ (6) અને જોડકા દીકરા-દીકરી આરવ અને આકૃતિ (4) હતા.

અંશુબાલા પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક હતી. સુમિતે શનિવારના રોજ પત્ની અને ત્રણેય બાળકોની હત્યા કરી નાંખી અને આખી રાતે મૃતદેહોની સાથે ફલેટમાં જ રહ્યો. રવિવાર સાંજે તેણે વસુંધરામાં રહેતા સાળાને ફોન કરી પત્ની અને બાળકોની હત્યા અંગે કહ્યું અને તેનો વીડિયો પણ મોકલ્યો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ સૌથી પહેલાં પત્નીનું ગળું કાપી હત્યા કરી હતી. પત્નીના ગળાની સાથે શરીરાના બીજા ભાગ પર પણ ઇજાના નિશાન મળ્યા છે. હત્યાના સમયે પત્ની જોડકાં બાળકો સાથે બેડરૂમમાં હતી. પત્નીની હત્યા બાદ આરોપીએ બેડ પર સૂતા બંને બાળકોની હત્યા કરી નાંખી. ત્યારબાદ બહારના રૂમમાં અભ્યાસ કરતાં દીકરાની ધારદાર હથિયારથી હત્યા કરી નાંખી.

એસપી સિટી શ્લોક કુમારે કહ્યું કે સુમિત અત્યારે કયાં છે તેની તપાસ કરી રહ્યાં છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.હત્યાઓનું સાચું કારણ હજુ બહાર નથી આવ્યું.

પોલીસ આ ફોરેન્સિક ટીમ તેની તપાસ કરી રહ્યું છે. રવિવાર સાંજે આરોપીએ પોતાના સાળાને ફોન કરીને હત્યાની માહિતી આપવાની સાથે આત્મહત્યા કરવા જઇ રહ્યો છે તે અંગે પણ જણાવ્યું. ત્યારબાદ પરિવારે ઇન્દિરાપુરમ પોલીસને માહિતી આપી.