Not Set/ મોદી સરકારની મોટી જાહેરાત, 5 સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય

સરકારી કંપનીઓમાં ડિસઈન્વેસ્ટમેન્ટને લઈને કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે.કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં BPCL પર મંજૂરીની મહોર લાગી હતી.મોદી સરકારે BPCL સહિત 5 કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય લીધો છે. નિર્ણય અંતર્ગત સરકારને ફાયદો થશે.સૌથી મોટી વાત એ છે કે,સરકારે આ કંપનીઓમાં મેનેજમેન્ટ કંટ્રોલ પણ છોડવાનો નિર્ણય કર્યો છે. સરકારે બીપીસીએલમાં 53.29 ટકા ભાગીદારીના ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય […]

Top Stories India
Untitled 32 મોદી સરકારની મોટી જાહેરાત, 5 સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય

સરકારી કંપનીઓમાં ડિસઈન્વેસ્ટમેન્ટને લઈને કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે.કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં BPCL પર મંજૂરીની મહોર લાગી હતી.મોદી સરકારે BPCL સહિત 5 કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય લીધો છે. નિર્ણય અંતર્ગત સરકારને ફાયદો થશે.સૌથી મોટી વાત એ છે કે,સરકારે આ કંપનીઓમાં મેનેજમેન્ટ કંટ્રોલ પણ છોડવાનો નિર્ણય કર્યો છે.

સરકારે બીપીસીએલમાં 53.29 ટકા ભાગીદારીના ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય કર્યો છે. જોકે તેમાં નુમાલીગઢ રિફાનરીની 61 ટકા ભાગીદારી સામેલ નથી. તમને જણાવી દઈએ કે, બીપીસીએલ નફામાં ચાલનારી કંપની છે. જેથી આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ તેની ભાગીદારી ખરીદવા બોલી લગાવી શકે છે.

સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટના મોરચા પર મોદી સરકાર ઝડપથી નિર્ણય લઇ રહી છે. સરકારે બીપીસીએલ સહિત પાંચ કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ કંપનીઓમાં મેનેજમેન્ટ કંટ્રોલ પણ છોડવાનો નિર્ણય કર્યો છે. મોટી વાત એ છે કે નોર્થ ઇર્સ્ટર્ન ઇલેકટ્રિક પાવર કોર્પોરેશનમાં સૌ ટકા ડિસઇન્વેસ્ટમેન્ટ હશે. સરકારે કૉનકૉરમાં 30.8 ટકા ભાગીદારી વેંચવાનો નિર્ણય કર્યો છે.

બીપીસીએલ અને નોર્થ ઇર્સ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન સિવાય જે અન્ય ત્રણ કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય કર્યો છે તે છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ટીએચડીસીઆઇએલ બેઠક બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ભારત પેટ્રોલિયમ લિમિટેડની રણનીતિક ડિસઇન્વેસ્ટમેન્ટ થશે.

નિર્મલા સીતારમણની મોટી જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે બીપીસીએલના ડિસઇન્વેસ્ટમેન્ટથી નુમાલીગઢ રિફાનરીને અલગ રાખવામાં આવ્યા છે. જેમા સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ કરશે. સરકારે બીપીસીએલમાં 53.29 ટકા ભાગીદારીના ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય કર્યો છે. તેમા નુમાલીગઢ રિફાનરીની 61 ટકા ભાગીદારી સામેલ નથી.

તેની સાથે જ નાણામંત્રીએ કહ્યું કે ડુંગળીની વધતી કિંમતો વચ્ચે 1.2 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાતને કેબિનેટે મંજૂરી આપી છે.

BPCL પર કેબિનેટની મોહર

જો કે નફામાં ચાલી રહેલી ભારત પેટ્રોલિયમનો ભાગ વેચવાથી સરકારે આશરે 60000 કરોડ રૂપિયાની મોટી રકમ મળી શકે છે. જોકે, કેબિનેટની બેઠક પહેલા નાણાં મંત્રીએ કહ્યું હતું કે કંપનીઓ ડિસઇન્વેસ્ટમેન્ટ માર્ચ 2020 સુધી પૂરુ કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ નાણાં વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી 1.05 લાખ કરોડ રૂપિયા હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તો બીપીસીએલના વેચાણથી તેને એકલા આ લક્ષ્યની આશરે 60 ટકા ભાગ હાંસલ થઇ જશે.

BPCLને 7132 કરોડ રૂપિયાનો થયો હતો નફો

ગત 30 સપ્ટેમ્બરે ડિસઇન્વેસ્ટમેન્ટ પર ગથિત સચિવોની એક કોર ટીમે ભારત પેટ્રોલિયની ભાગીદારી વેચવાને મંજૂરી આપી હતી. બીપીસીએલ નફામાં ચાલનારી કંપની છે. જેથી સાઉદી અરામકો, રોસનેફ્ટ, કુવૈત પેટ્રોલિયમ, એક્સનમોબિલ, શેલ, ટોટલ એસએ અને અબૂધાબી નેશનલ ઓઇલ કંપની જેવી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેની ભાગીદારી ખરીદવા માટે બોલી લગાવી શકે છે. નાણાં વર્ષ 2018-19માં બીપીસીએલને 7132 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.