Not Set/ રવિવારે પણ સરકારી બેંકો ખુલી રહેશે: જાણો શું છે કારણ?

નવી દિલ્હી, શું આપની વ્યસ્ત દિનચર્યાને કારણે આપના આ મહિનાના બેન્કિંગ કામકાજો અટકી પડ્યા છે તો હવે ચિંતા કરવાની કોઇ જરૂર નથી કારણ કે આરબીઆઇએ જારી કરેલા નિર્દેશ પ્રમાણે સરકારી લેવડદેવડ કરતી દરેક બેંક શાખાઓ રવિવાર એટલે કે 31 માર્ચના રોજ પણ ખુલ્લી રહેશે. આરબીઆઇના આ નિર્દેશથી હજારો ખાતાધારકો તેના બેન્કિંગ કામકાજો પૂરા કરી શકશે. […]

India Business
RBI 1 રવિવારે પણ સરકારી બેંકો ખુલી રહેશે: જાણો શું છે કારણ?

નવી દિલ્હી,

શું આપની વ્યસ્ત દિનચર્યાને કારણે આપના આ મહિનાના બેન્કિંગ કામકાજો અટકી પડ્યા છે તો હવે ચિંતા કરવાની કોઇ જરૂર નથી કારણ કે આરબીઆઇએ જારી કરેલા નિર્દેશ પ્રમાણે સરકારી લેવડદેવડ કરતી દરેક બેંક શાખાઓ રવિવાર એટલે કે 31 માર્ચના રોજ પણ ખુલ્લી રહેશે. આરબીઆઇના આ નિર્દેશથી હજારો ખાતાધારકો તેના બેન્કિંગ કામકાજો પૂરા કરી શકશે. આરબીઆઇએ આ અંતર્ગત સંબંધિત બેંકો માટે ગાઇડલાઇન પર જારી કરી છે.

ઉલ્લેખનીય છે વર્તમાન નાણાંકીય વર્ષ 31 માર્ચ એટલે કે રવિવારના રોજ પૂર્ણ થઇ રહ્યું છે અને આ જ કારણોસર આરબીઆઇએ રવિવારના રોજ પણ સરકારી બેંકો ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે.