Not Set/ મુલાયમે બાબરી મસ્જીદ બચાવી ના હોત તો બીજુ પાકિસ્તાન બની જાત : શિવપાલ યાદવ

મેનપુરી, પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી(લોહિયા)ના પ્રમુખ શિવપાલ યાદવે એક મોટું નિવેદન આપ્યું છે. શિવપાલ યાદવે કહ્યું કે જો 1990માં નેતાજી મુલાયમ સિંહ યાદવે બાબરી મસ્જિદને બચાવી ના હોત તો કદાચ જ સેક્યુલારીઝમ બચ્યુ  હોત અને ત્યાં સુધીમાં તો બીજું પાકિસ્તાન તૈયાર થઇ જાત. શિવપાલે અખિલેશ અને માયાવતી પર બરાબર પ્રહારો કરતાં સપા-બસપા ગઠબંધન ને ‘ઠગબંધન’ જણાવ્યું. તેમણે કહ્યું […]

India
jjo 4 મુલાયમે બાબરી મસ્જીદ બચાવી ના હોત તો બીજુ પાકિસ્તાન બની જાત : શિવપાલ યાદવ

મેનપુરી,

પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી(લોહિયા)ના પ્રમુખ શિવપાલ યાદવે એક મોટું નિવેદન આપ્યું છે. શિવપાલ યાદવે કહ્યું કે જો 1990માં નેતાજી મુલાયમ સિંહ યાદવે બાબરી મસ્જિદને બચાવી ના હોત તો કદાચ જ સેક્યુલારીઝમ બચ્યુ  હોત અને ત્યાં સુધીમાં તો બીજું પાકિસ્તાન તૈયાર થઇ જાત.

શિવપાલે અખિલેશ અને માયાવતી પર બરાબર પ્રહારો કરતાં સપા-બસપા ગઠબંધન ને ‘ઠગબંધન’ જણાવ્યું. તેમણે કહ્યું કે એકે બાપની સાથે ગદારી કરી અને બીજાએ ભાઇ બનાવીને લાલજી ટંડનને છેતરી લીધા.

શિવપાલ યાદવે મંગળવારે મેનપુરીમાં એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. શિવપાલે પ્રોફેસર રામગોપાલ યાદવ પર પણ કટાક્ષ કરતા કહ્યું કે હું તેમને પૂછું છું કે પ્રોફેસર શું આવા જ હોય છે.

શિવપાલે સપા-બસ્પા ગઠબંધનને ‘ઠગબંધન’ કહેતા કહ્યું કે બંને પક્ષોના પ્રમુખોને છેતરપિંડી કરવાની આદત છે. કારણ કે એકે પોતાના પિતા અને કાકાને ધોખો આપ્યો છે જ્યારે બીજાએ પોતાના ભાઈને ‘

લોકસભાની ચૂંટણીઓમાં પક્ષની વ્યૂહરચના વિશે શિવપાલે કહ્યું કે તેમની પાર્ટી પાસે ‘માસ્ટર ચાવી’ છે, જેના સિવાય કેન્દ્રમાં કોઇ સરકાર બની નહી શકે.

શિવપાલે જણાવ્યું કે ‘અમે સેક્યુલર પક્ષોના સાથે મળીને ગઠબંધન કરી રહ્યા છીએ, જેના વિષે ટૂંક સમયમાં જ તમે લોકોને જણાવવામાં આવશે.’

શિવપાલ યાદવે દાવો કર્યો કે તેમની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહીયા) રાજ્યમાં ખૂબ મજબૂતતા સાથે ઉભરતા લોકો અને લોકો તેનો ટેકો આપે છે. માત્ર અમારી પાર્ટી જ ભાજપ સાથે મુકાબલો કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બસપા સુપ્રિમો માયાવતીએ એક પ્રેસ કોન્ફ્રેન્સમાં દાવો કર્યો હતો કે શિવપાલની પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના પૈસા લાગ્યા છે અને આ પૈસા બરબાદ જશે.