Not Set/ ઘરમાં ઘૂસ્યાં પૂરનાં પાણી તો, પત્ની કરવા લાગી સ્વિમિંગ, પતિએ લગાવી આસ્થની ડૂબકી

ઉત્તર પ્રદેશની સંગમ નગરી પ્રયાગરાજમાં આવેલ પૂરના કારણે લોકોના જીવન અસ્ત વ્યસ્ત કૃ દીધું છે. પૂરનાં પાણી લોકોનાં ઘરોમાં ઘૂસી ગયા છે અને લોકો આ પૂરનાં પાણીમાં પોતાને બચાવી રહ્યા છે. ત્યારે આ પૂરના પાણીની એક અનોખી તસવીર સામે આવી છે.પ્રયાગરાજના એક મકાનમાં પાણી ઘૂસી જતાં એક દંપતીએ તેનાથી ડરવાની જગ્યાએ તેનો આનંદ માણવાનો રસ્તો […]

India
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 7 ઘરમાં ઘૂસ્યાં પૂરનાં પાણી તો, પત્ની કરવા લાગી સ્વિમિંગ, પતિએ લગાવી આસ્થની ડૂબકી

ઉત્તર પ્રદેશની સંગમ નગરી પ્રયાગરાજમાં આવેલ પૂરના કારણે લોકોના જીવન અસ્ત વ્યસ્ત કૃ દીધું છે. પૂરનાં પાણી લોકોનાં ઘરોમાં ઘૂસી ગયા છે અને લોકો આ પૂરનાં પાણીમાં પોતાને બચાવી રહ્યા છે. ત્યારે આ પૂરના પાણીની એક અનોખી તસવીર સામે આવી છે.પ્રયાગરાજના એક મકાનમાં પાણી ઘૂસી જતાં એક દંપતીએ તેનાથી ડરવાની જગ્યાએ તેનો આનંદ માણવાનો રસ્તો શોધ્યો

પતિની સામે પત્નીએ પોતાના હાથથી સીડી પકડી અને પછી પગ સાથે તરવાની પ્રેક્ટિસ શરૂ કરી, બીજા વીડિયોમાં પતિ-પત્ની રૂમમાં ભરાયેલા પૂરના પાણીમાં ડૂબી રહ્યા છે અને જાણે કે ગંગા- યમુનાના સંગમમાં સ્નાન કરતાં હોય તેવું જોવા મળી રહ્યું છે, ઓરડામાં ભરાયેલા પૂરના પાણીમાં ડૂબકી લાગવાતો  વીડિયો સ્લો મોશનમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે.

આ રીતે સ્નાન કરવાનો વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ કરી રહ્યાં છે આ ચિત્ર કયા ક્ષેત્રનો છે તે જાણવું મુશ્કેલ છે, પરંતુ દોઢ મિનિટનો આ વીડિયો લોકોને ચોક્કસ હસવાનો મોકો આપી રહ્યો છે. જણાવીએ  કે સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓના પૂરનો કહેર સતત ચાલુ છે.

ગંગા અને યમુના નદીઓના ઓવરફ્લોને કારણે હજારો પરિવારો બેઘર બન્યા છે, ત્યારે ભયજનક નિશાનથી ઉપર વહી રહેલી ગંગા નદીના પાણીમાં ભરાયેલા પ્રયાગરાજના ઘરોમાં વિનાશ સર્જાયો છે. એક તરફ પૂરનો આક્રોશ છે, જ્યારે આ દંપતીની મસ્તીનો વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.