Not Set/ ગુમ થયેલ મહિલા ડોક્ટરની સળગેલી હાલતમાં મળી લાશ, સોશિયલ મીડિયા પર ભારે રોષ

તેલંગાણાના હૈદરાબાદથી એક ચકચાર ભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા ડોક્ટરની સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી છે. એક લેડી વેટરનરી ડોક્ટર શમસાબાદથી તેના ઘરે કોલ્લુરુની વેટરનરી હોસ્પિટલ ગઈ હતી. તે ત્યાંથી પરત ફરી રહી હતી ત્યારે સાંજે 6 વાગ્યે તેની સ્કૂટી ટોલ પ્લાઝા નજીક પંકચર થઈ ગઈ હતી. સ્કૂટી પંચર થયા બાદ […]

Uncategorized
Untitled 94 ગુમ થયેલ મહિલા ડોક્ટરની સળગેલી હાલતમાં મળી લાશ, સોશિયલ મીડિયા પર ભારે રોષ

તેલંગાણાના હૈદરાબાદથી એક ચકચાર ભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા ડોક્ટરની સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી છે. એક લેડી વેટરનરી ડોક્ટર શમસાબાદથી તેના ઘરે કોલ્લુરુની વેટરનરી હોસ્પિટલ ગઈ હતી. તે ત્યાંથી પરત ફરી રહી હતી ત્યારે સાંજે 6 વાગ્યે તેની સ્કૂટી ટોલ પ્લાઝા નજીક પંકચર થઈ ગઈ હતી.

સ્કૂટી પંચર થયા બાદ લેડી ડોક્ટરે તેને ઘરે ફોન કર્યો  અને તેની બહેનને જાણ કરી. લેડી ડોક્ટરે તેની બહેનને કહ્યું કે તે ડરી રહી છે. આના પર, તેની બહેને તેને ટોલ પ્લાઝા પર પાછા જવાની અને કબી દ્વારા આવવાની સલાહ આપી. આ સમય દરમિયાન ડોક્ટરે લેડીએ કહ્યું કે અહીં કેટલાક લોકો છે જે તેની મદદ કરી રહ્યા છે અને તે થોડા સમય પછી ફોન કરું.

આ પછી, પ્રિયંકાએ ફોન કટ કર્યો. ત્યારબાદ પ્રિયંકાનો ફોન સ્વીચ ઓફ થયો. સવારે પોલીસને બળી ગયેલી લાશ મળી જે લેડી ડોક્ટરની જેમ છે. આ પછી આ મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. પ્રિયંકાનો કોલ ડિસ્કનેક્ટ થયા બાદ સગા-સંબંધીઓએ તેને શાદનગર ટોલ પ્લાઝા નજીક શોધવાની શરૂઆત કરી, પરંતુ તે ત્યાં મળી નહી. આજે સવાર બાદ તેની સળગાવેલી લાશ અંડરપાસની નજીકથી મળી આવી હતી.

નજીકમાં પંચર શોપ પર કામ કરતા મિકેનિકે જણાવ્યું હતું કે રાત્રે 9.30 વાગ્યે એક છોકરો સ્કૂટી લઇને તેની પાસે આવ્યો હતો. આ પછી તે સ્કૂટી છોડીને ચાલ્યો ગયો. આ પછી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હૈદરાબાદ પોલીસ સીસીટીવી ફૂટેજ પણ શોધી રહી છે.

શમસાબાદના ડેપ્યુટી કમિશનર પ્રકાશ રેડ્ડીએ કહ્યું કે અજાણ્યા શખ્સે મહિલાની હત્યા કરી હતી અને તેના શરીરને આગ ચાંપી દીધી હતી. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. જયારે સાયબર પોલીસ કમિશનરે કહ્યું કે, આ કેસમાં સંજોગો જોતાં એવું લાગે છે કે મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી.

મહત્વનું છે કે આ મામલે એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.