દિલ્હી,
ભારતીય વાયુસેનાએ ખરાબ હવામાનમાં એએન 32 વિમાન નહીં ઉડાડવાનો નિર્ણય કર્યો છે. 3 જુને અરુણાચલ પ્રદેશના લીપો ગામમાં એએન 32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિમાનમાં 13 લોકો સવાર હતા. છેલ્લા 10 વર્ષોમાં સોવિયત બનાવટનું આ વિમાન ભારતમાં ત્રીજી વખત દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
વાયુસેનાના ત્રણ વરિષ્ઠ અધિકારીઓના કહેવા પ્રમાણે એએન-32 વિમાન સૌથી બીઝી રહેતું હતું.એએન 32 વિમાન સમુદ્ર અને પર્વતીય વિસ્તારોમાં ઉડાન ભરવા માટે સૌથી લાયક વિમાન ગણાય છે.
એરફોર્સ હવે એએન 32 વિમાનને બદલે બીજા વિમાનને અજમાવવામાં આવશે.એક અધિકારીના કહેવા પ્રમાણે હવે સી 295 પ્રકારના વિમાનોને ટ્રાન્સપોર્ટ અને બીજા ઓપરેશન માટે વપરાશે.આ વિમાનની ખરીદી આપણે કરી રહ્યાં છીએ.
એક અન્ય અધિકારીએ જણાવ્યું કે સંરક્ષણ મંત્રાલય દ્વારા એરબસ સાથે વેલ 56 અને સી 295 વિમાનો ખરીદવા અંગેની વાતચીત સમાપ્ત થઈ ગઈ છે.
અધિકારીએ જણાવ્યું કે આ 2.5 અબજ ડોલર (રૂ. 250 કરોડ)નો પ્રોજેક્ટ અંતિમ મંજૂરી માટે સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસી) પાસે આવશે. એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) દ્રારા આ પ્રોજેક્ટને સંયુક્ત રીતે અમલમાં મૂકાશે. તે એરોસ્પેસ સેક્ટરમાં મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવશે.
એકવાર આ પ્રોજેક્ટ મંજૂર થઈ જાય એ પછી એરબસ 16 વિમાનોને ફ્લાઇવે કન્ડીશન (ઉડાન માટે તૈયાર)માં મોકલશે. બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં ટીએએસએલમાં એસેમ્બલ કરવામાં આવશે.ઓક અધિકારીએ જણાવ્યું હતું કે, “ડીએસીની મંજૂરી પછી સી -295 ની ખરીદીને સિક્યોરિટી સંબંધિત મંજૂરી અંગે કેબિનેટ સમિતિને મોકલવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ પ્રોજેક્ટ પર વર્ષના અંત સુધીમાં મોહર લાગી જશે.
પ્રથમ 16 સી 295 વિમાનો બે વર્ષમાં ભારતમાં આવશે. જ્યારે 40 વિમાનોને એસેમ્બલ કરવામાં આવશે ત્યારે આઠ વર્ષ લાગશે. નિવૃત્ત એર ચીફ માર્શલ ફલી મેજરએ જણાવ્યું હતું કે એએન 32 વિમાન બહુમુખી (વર્સેટાઇલ) પ્લેન છે અને તેણે અમને સારી સેવા આપી છે. પરંતુ તે ખૂબ જૂનું છે અને નવી જનરેશનના એરક્રાફ્ટની સામે ટકી શકે તેમ નથી.. સી-295 એરક્રાફ્ટ એએન 32ની તમામ જરૂરિયાતોને પુરી કરવા સક્ષમ છે.હું આશા રાખું છું કે અમે ટૂંક સમયમાં સી -295 સોદો પૂર્ણ કરીશું. ‘
છેલ્લાં 10 વર્ષમાં, એએન-32 વિમાન ક્રેશ થવાને કારણે 55 લોકોનું મોત થયા છે.
