Not Set/ INX મીડિયા કેસ/ પી ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનવણી

INX મીડિયા હેરાફેરીથી જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસમાં પી. ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રિમ કોર્ટ આજે સુનાવણી કરશે. જસ્ટિસ આર ભાનુમતિના અધ્યયતાવાળા 3 જજોની બેંચ ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી કરશે. ગયા સોમવારે ચિદમ્બરમના એડવોકેટ કપિલ સિબ્બલે જામીન અરજી પર સુનાવણીની માંગણી કરી હતી. સિબ્બલને સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે ચિદમ્બરમાં છેલ્લા 90 દિવસથી જેલ બંધ […]

Top Stories India

INX મીડિયા હેરાફેરીથી જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસમાં પી. ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રિમ કોર્ટ આજે સુનાવણી કરશે. જસ્ટિસ આર ભાનુમતિના અધ્યયતાવાળા 3 જજોની બેંચ ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી કરશે.

ગયા સોમવારે ચિદમ્બરમના એડવોકેટ કપિલ સિબ્બલે જામીન અરજી પર સુનાવણીની માંગણી કરી હતી. સિબ્બલને સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે ચિદમ્બરમાં છેલ્લા 90 દિવસથી જેલ બંધ છે. દિલ્હી હાઈકોર્ટને તેમના જામીન અરજી નકારી કાઢી. જેના વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

આપને જણાવી દઈએ કે આઈએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમને મોટો ફટકો આપતા દિલ્હી હાઈકોર્ટે તેનાથી સંબંધિત ઇડી કેસમાં જામીન અરજી નામંજૂર કરી હતી. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સુરેશ કેથ પોતાના આદેશમાં કહ્યું હતું કે જો ચિદમ્બરમને આ તબક્કે જામીન આપવામાં આવે તો તપાસ એજન્સીને 70 બેનામી બેંક ખાતાઓ સહિત શેલ કંપની અને પૈસાની કાર્યવાહી સાબિત કરવી મુશ્કેલ બનશે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે સીબીઆઈ કેસમાં ચિદમ્બરમને જામીન આપી 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જમીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈ વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, કેસની સુનાવણી શરૂ થાય ત્યાં સુધી ચિદમ્બરમને આ કેસમાં જામીન આપવી જોઈએ નહીં અને મુખ્ય સાક્ષીઓના નિવેદનો નોંધવામાં ન આવે ત્યાં સુધી.

શું છે મામલો?

સીબીઆઈએ 2007 માં 305 કરોડના વિદેશી ફાળો લેવા આઈએનએક્સ મીડિયા ગ્રૂપ પર વિદેશી નિવેશ પ્રમોશન બોર્ડની એક મજુરીમાં કથિત આરોપ લગાવતા એફઆઈઆર દાખલ કરી. આ પછી, ઇડીએ આ મામલે 2017 માં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.