Not Set/ રાહુલનું નિવેદન- ભારત હવે લોકતાંત્રિક દેશ નથી રહ્યો, ભાજપનો પ્રહાર- એજન્ટ જેવું કામ કરી રહ્યા છે યુવરાજ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સૌથી મોટા નેતા રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. રાહુલ હંમેશા મોદી સરકાર પર એવો આરોપ લગાવતા રહે છે કે આ સરકાર તાનાશાહી છે. આ જ કડીમાં તેમણે વધુ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ભારત હવે લોકતાંત્રિક દેશ નથી રહ્યો. તેમણે પોતાના […]

Top Stories India

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સૌથી મોટા નેતા રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. રાહુલ હંમેશા મોદી સરકાર પર એવો આરોપ લગાવતા રહે છે કે આ સરકાર તાનાશાહી છે. આ જ કડીમાં તેમણે વધુ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ભારત હવે લોકતાંત્રિક દેશ નથી રહ્યો. તેમણે પોતાના ટ્વિટમાં એક વિદેશી ઇન્સ્ટીટ્યુટનો સંદર્ભ ટાંક્યો છે.

રાહુલે પોતાના ટ્વિટની સાથે એક કન્ટેન્ટથી ભરેલો ફોટો પણ શેર કર્યો. આ ફોટો પર લખ્યું છે કે પાકિસ્તાનની જેમ ભારત પણ હવે ઑટોક્રેટિક છે. તેમણે તો એવું પણ કહ્યું કે ભારતની સ્થિતિ બાંગ્લાદેશથી પણ ખરાબ છે. તેમણે સ્વીડનની ઇન્સ્ટીટ્યુટના ડેમોક્રેસી રિપોર્ટનો હવાલો પણ આપ્યો છે.

મહત્વનું છે કે સ્વીડનની વી-ડેમ ઇન્સ્ટીટ્યુટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે ભારત હવે ‘ઇલેક્ટોરલ ડેમોક્રેસી’ નથી રહી ગયો. પરંતુ દેશને ઇલેક્ટોરલ ઑટોક્રેસી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારત હવે ઇલેક્ટોરલ ઑટોક્રેસી બની ગયો છે.

રાહુલ ગાંધીને ભાજપે જવાબ આપવામાં બાકી રાખ્યું નથી. ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિંહાએ કહ્યું કે પશ્ચિમી દેશોની નવસામ્રાજ્યવાદી તાકાતો જે ભારતની વધતી તાકાત, પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને હજમ નથી કરી શકતી. તેમના માટે ભારતમાં એક એજન્ટ તરીકે રાહુલ ગાંધી કામ કરી રહ્યા છે. બન્ને ગાંધીમાં અંતર છે. મહાત્મા ગાંધી કેથેરીન મેયોએ એક પુસ્તક મધર ઇન્ડિયા લખ્યું હતુ જેને ગટરનો રિપોર્ટ ગણાવાઇ હતી. આજે કેનેડાની એક સંસ્થાના રિપોર્ટને રાહુલ ગાંધી પ્રતિષ્ઠા આપવાની કોશિશ કરી રહ્યા છે. જે દર્શાવે છે કે રાહુલ ગાંધી પશ્ચિમી દેશોની તાકાતો સાથે મળીને ભારતની એકતા-અખંડીતતાની અવહેલના કરી રહ્યા છે.