બિહારના મોટાભાગના જિલ્લાઓમાં આજકાલ મુસળધાર વરસાદ પડી રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાથી કુલ 15 લોકોનાં મોત નીપજ્યાં છે. કૈમૂરમાં વાવાઝોડાને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. તો ત્યાં પાંચ લોકો બળી પણ ગયા હતા. આ બળી ગયેલા લોકોમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ છે, જેની સારવાર ભાભુઆ સદર હોસ્પિટલમાં ચાલી રહી છે.
કટિહારમાં પણ વરસાદ પડી રહ્યો છે. અહીં વીજળી પડતાં વૃદ્ધ ભૂમેશ્વર યાદવનું મોત નીપજ્યું હતું. બરારી પોલીસ સ્ટેશન વિસ્તારના બકિયા સુખાય ગામે ગઈકાલે એટલે કે મંગળવારે સાંજે વીજળી પડી હતી. આ સમયે ભુમેશ્વર યાદવ તેમના ખેતરમાં કામ કરી રહ્યાં હતા.
મોતીહારીમાં આજદિન સુધી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગોવિંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના વિંદવલીયા ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નીપજતાં હતું. જ્યારે બીજી બાજુ રાજેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભડરકુરવા ગામે વીજળી પડતાં 11 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. મહેશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે આરામાં વાવાઝોડાને કારણે આધેડનું મોત નીપજ્યું હતું. અહીં બે પશુઓએ પણ જીવ ગુમાવ્યો હતો. બડહરા પોલીસ સ્ટેશનના સેમરા ગામની એક ઘટના છે.
બિહારના જહનાબાદમાં જુદા જુદા સ્થળોએ બે વ્યક્તિ સહિત ત્રણ બકરાનાં મોત નીપજ્યાં છે. પહેલી ઘટના નગર પોલીસ સ્ટેશનના જાફરગંજની છે. જ્યારે બીજી ઘટના રતની પ્રખંડના મીરગંજ ગામની છે.
ગયામાં પણ બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘાસચારા દરમિયાન પશુઓના કારણે 30 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગયા મેડિકલ કોલેજમાં મોકલી દેવાયો છે. ઘટના ટનકુપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના પરસાવા ગામની છે. બીજી 45 વર્ષીય મહિલાનું ખેતરમાં કામ કરતી વખતે મોત નીપજ્યું હતું. જ્યારે અરવલમાં પણ વીજળી પડતાં બે લોકોના મોત નીપજ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
