Not Set/ કાશ્મીર/ સેનાની આક્રમક કાર્યવાહી, સરહદ પર ગોળીબાર ઘટ્યા

સેનાની આક્રમક કાર્યવાહીના લીધે પાકિસ્તાની હરકતો ઘટી કલમ 370ની નાબુદી બાદ સરહદે અને રાજ્યમાં લેવામાં આવેલા પગલાથી ત્રાસવાદી હુમલા પર મોટા ભાગે બ્રેક સરહદ પર ગોળીબારમાં પણ ઘટાડો થયો. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ 370ની નાબુદી બાદ રાજ્યમાંસ્થિતીને સુધારી દેવા માટે લેવામાં આવેલા અભૂતપૂર્વ પગલાના કારણે સ્થિતી હવે રાજ્યમાં સામાન્ય બની રહી છે. પાકિસ્તાન […]

India
Untitled 78 કાશ્મીર/ સેનાની આક્રમક કાર્યવાહી, સરહદ પર ગોળીબાર ઘટ્યા

સેનાની આક્રમક કાર્યવાહીના લીધે પાકિસ્તાની હરકતો ઘટી કલમ 370ની નાબુદી બાદ સરહદે અને રાજ્યમાં લેવામાં આવેલા પગલાથી ત્રાસવાદી હુમલા પર મોટા ભાગે બ્રેક સરહદ પર ગોળીબારમાં પણ ઘટાડો થયો.

જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ 370ની નાબુદી બાદ રાજ્યમાંસ્થિતીને સુધારી દેવા માટે લેવામાં આવેલા અભૂતપૂર્વ પગલાના કારણે સ્થિતી હવે રાજ્યમાં સામાન્ય બની રહી છે. પાકિસ્તાન તેના નાપાક ઇરાદાઓને પાર પાડવામાં પણ નિષ્ફળ છે. સરહદ પર ગોળીબારની ઘટના ઘટી છે. સાથે સાથે રાજ્યમાં ત્રાસવાદીઓ વારંવાર હુમલા કરવાની તેમની યોજનામાં ફ્લોપ રહ્યો છે. કઠોર કાર્યવાહી અને મજબુત સુરક્ષાના કારણે આ સફળતા મળી છે. આ વર્ષે  આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ઉલ્લેખનીય રીતે ઘટાડો થયો છે.

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. ત્રાસવાદનો ખાત્મો થવા આવ્યો છે ત્યારે વધુને વધુ ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના હેતુથી સરહદ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આના કારણે સરહદ સ્થિતી પણ તંગ રહી છે. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮માં હજુ સધી 900 વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં ૫૦થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે.જેમાં જવાનો પણ સામેલ છે.ગોળીબારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.

આતંકવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘુસાડવાના હેતુસર આ કાર્યવાહી જારી રાખવામાં આવી છે. આ વર્ષે સરહદપારથી ગોળીબારની ઘટનાઓ અનેક છે. પાકિસ્તાન તરફથી કરાયેલા આ ગોળીબારમાં ૨૫ સુરક્ષા કર્મીઓ સહિત 50થી વધુ લોકોના મોત થયા છે તથા સેંકડો લોકો ઘાયલ થયા છે. બંને દેશો વચ્ચે સંબંધ હાલમાં ખુબ તંગ રહેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.